“પ્યાર હમેં કિસ મોડ પર લે આયા…” ગીતની લાઇન જેવી એક કપલની કહાની સામે આવી…

બોલીવુડ ફિલ્મનું એક ગીત છે પ્યાર હમેં કિસ મોડ પર લે આયા… આ લાઇનો ઘણીવાર ચરિતાર્થ પણ થતી હોય છે. આવા એક કપલની કહાની સામે આવી છે જે એક બીજાના પ્રેમના ચક્કરમાં જેલ પહોંચી ગયા છે. બન્યું એવું કે છોકરી નારાજ થઈ ગઈ અને જમવાનું છોડી દીધું. ત્યારબાદ તેના ઓનલાઇન પ્રેમીને આ જ્યારે ખબર પડી તો તે ૨૦૦ કિલોમીટર દૂર ભોજન લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયો. અહીં યુવતી પણ પહોંચી અને સ્ટેશન પર બંને રોમાન્સ કરવા લાગ્યા. હકીકતમાં, આ મામલો બિહારના મુઝફ્ફરપુરનો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના મંગળવારની છે, જ્યારે મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર બંને આપત્તિજનક અવસ્થામાં ઝડપાયા હતા. બંને અશ્લીલ હરકતો કરતા ઝડપાયા છે. વાતચીતમાં તેણે જણાવ્યું કે યુવક તેને મળવા આશરે ૨૦૦ કિલોમીટર દૂરથી આવ્યો છે. આ બધુ ત્યારે થયું જ્યારે યુવતી નારાજ હતી અને ખાવાનું છોડી દીધુ હતું. ત્યારબાદ યુવક ભોજન લઈને પહોંચી ગયો. કારણ કે યુવતીએ કહ્યું હતું કે જ્યાં સુધી મળવા નહીં આવીશ ત્યાં સુધી હું ભોજન નહીં કરૂ. ત્યારબાદ યુવક ભોજન કરાવવા માટે મુઝફ્ફરપુર પહોંચી ગયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે યુવક અને યુવતી બંને ૧૭ વર્ષના છે. યુવતી મુઝફ્ફરપુરની રહેવાસી છે અને ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે. જ્યારે યુવક ગયાનો રહેવાસી છે અને સ્નાતક કરી રહ્યો છે. થોડા સમય પહેલાં બંનેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ પર પહોંચી હતી. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી બંને એકબીજાને મળવાનો પ્લાન કરવા લાગ્યા. ત્યારબાદ બંને મળ્યા અને રેલવે સ્ટેશન પર રોમાન્સ કરવા લાગ્યા હતા. હાલ બંનેને પોલીસે ઝડપી લીધા છે અને બંનેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા. બાદમાં બંનેને છોડી દેવામાં આવ્યા હતા.
Recent Comments