પ્રકૃતિ પોતાનું રૂપ અને સ્વરૂપ સતત પ્રદર્શિત કરે જ છે, માત્ર આપણી દૃષ્ટિ કે દૃષ્ટિકોણ હોય તો માણવા મળે. આ દૃશ્ય સુરત શહેરના ભેંસાણ સરોવર વિસ્તારનું છે. આ તસવીર કોઈ વ્યવસાયિક તસવીરકારે કે પર્યાવરણ કાર્યકર્તાએ લીધી નથી, પરંતુ એક પોલીસ વિભાગના અધિકારીએ ખેંચી છે. કાયદા કાનૂન અને ગુનાખોરી સામે સતત ગરમ મગજ કે ઉત્તેજિત માનસ સાથે પણ હૈયા તો કોમળ અને કળાપ્રેમી હોય જ શકે છે, તેવું કડક છતાં સરળ અને કળાપ્રેમી પોલીસ અધિકારી શ્રી મનીષ ઠાકર દ્વારા લેવાયેલ આ તસવીર પણ બતાવી રહેલ છે, પ્રકૃતિનું બિંબ અને પ્રતિબિંબ સરસ રીતે ઝીલાયું છે. તેઓએ આવી ઘણી તસવીરોમાં પ્રકૃતિના વિવિધ સ્વરૂપો ખેંચી લીધા છે.
પ્રકૃતિનું બિંબ અને પ્રતિબિંબ

Recent Comments