માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ – 9 માટેની પ્રખરતા શોધ કસોટી (TST) ફેબ્રુઆરી 2024 નું પરિણામ ગઈકાલે જાહેર થયું છે. આ કસોટીમાં ગણેશ શાળા – ટીમાણાની વિદ્યાર્થીની કોતર નિશાબેન મૂળજીભાઈએ 182.71 માર્કસ અને 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. કોતર નિશાબેનના પિતા રિક્ષા ચાલક છે. અથાગ મહેનત કરી પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરતા માતા-પિતાની ઈચ્છાને વાચા આપતું કામ નિશાબેને કર્યું છે. આ પરિણામ થકી નિશાબેને સાબિત કરી દીધું છે કે શિક્ષણ માટે સંપતિ અને સગવડ નહિ પણ શિક્ષણની પ્રબળ ભૂખ અને સખત મહેનતની તમન્ના થકી ઉચ્ચ પરિણામ લાવી શકાય છે. કસોટીમાં રાજ્યના 1002 બાળકો શિષ્યવૃતિ માટે પસંદગી પામ્યા છે, જે પૈકી ગણેશ શાળા ટીમાણાના કુલ 48 બાળકો પસંદગી પામ્યા છે. આમ, ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકની સાથોસાથ 48 બાળકોની પસંદગી સાથે ગણેશ શાળા – ટીમાણા સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહી હતી.
પ્રખરતા શોધ કસોટીમાં ગણેશ શાળા ટીમાણીની વિદ્યાર્થીનીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો














Recent Comments