પ્રખ્યાત પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું નિધન થયું
પ્રખ્યાત પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું નિધન થયું છે. પંજાબના મુક્તસરમાં ૨ એપ્રિલ ૧૯૮૪ના રોજ જન્મેલા આ મશહુર અભિનેતાના લાખો ચાહકો છે. તેણે અત્યાર સુધી ઘણી પંજાબી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. જાેકે દીપ સિદ્ધુ એક્ટર હોવા ઉપરાંત વકીલ પણ હતા. કાયદાકીય અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે મોડલિંગ શરૂ કર્યું હતુ. તે ‘કિંગફિશર મોડલ હંટ’નો પણ વિજેતા પણ હતો. મોડલિંગની સાથે દીપે તેની લૉ પ્રેક્ટિસ પણ સાથે શરૂ રાખી હતી. તેઓ સાડા ત્રણ વર્ષ સુધી બાલાજી ટેલિફિલ્મ્સના લીગલ હેડ હતા. એકતા કપૂરે તેને એક્ટિંગ કરવાની સલાહ આપી હતી પરંતુ ત્યારે તેણે એક્ટિંગમાં રસ દાખવ્યો નહોતો. એક અભિનેતા અને વકીલ હોવા ઉપરાંત, દીપ સિદ્ધુ એક શાનદાર બાસ્કેટબોલ ખેલાડી પણ હતા. તે શાળા અને કોલેજમાં બાસ્કેટબોલ રમતા હતા અને તે પાંચ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ટીમનો ભાગ પણ હતા. દીપ ભારતીય જુનિયર બાસ્કેટબોલ ટીમ અને રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમ માટે પણ રમ્યો હતો. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રએ દીપ સિદ્ધુની પહેલી ફિલ્મ ‘રામતા જાેગી’ બનાવી હતી. જે બાદ તેની ફિલ્મી કરિયર શરૂ થઈ. વર્ષ ૨૦૧૮માં આવેલી પંજાબી ફિલ્મ ‘જાેરા દસ નંબરિયા’ બાદ દીપ ખૂબ જ ફેમસ થયો હતો. આ ફિલ્મમાં તેણે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી. તેઓ પંજાબના જાણીતા એક્ટરમાંના એક હતા. સિદ્ધુએ ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેણે ગુરદાસપુરમાં મ્ત્નઁ સાંસદ સની દેઓલ માટે ભાગીદારી કરી. તે દેઓલની નજીક હોવાનું કહેવાય છે. ડિસેમ્બર ૨૦૨૦ માં, કેન્દ્ર સરકારના કૃષિ સુધારણા કાયદાઓ સામે ખેડૂતોના આંદોલન દરમિયાન દીપ ફરી એકવાર ચર્ચામાં આવ્યો. ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસા દરમિયાન દીપને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા.
Recent Comments