fbpx
બોલિવૂડ

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું થયું નિધન, હંસલ મહેતાએ ટવીટ કરી આપી જાણકારી

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકાર હવે આ દુનિયામાં નથી. બોલિવૂડ ફિલ્મ મેકર હંસલ મહેતાએ આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે. ટ્‌વીટર પર પ્રદીપ સરકારની તસવીર શેર કરતા તેણે કહ્યું કે તે હવે આ દુનિયામાં નથી. પ્રદીપ સરકારે દિગ્દર્શક તરીકે બોલિવૂડને ‘પરિણીતા’, ‘હેલિકોપ્ટર ઈલા’, ‘લગા ચુનરી મેં દાગઃ જર્ની ઑફ અ વુમન’, ‘લફંગે પરિંદે’, ‘મર્દાની’ જેવી ફિલ્મો આપી છે. આવી સ્થિતિમાં તેમના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે.

જાે કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રદીપ સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘નીલ સમંદર’ (૨૦૧૯), ‘ફોરબિડન લવ’ અને ‘કેસી પહેલી જીંદગાની’, જેવા પ્રોજેક્ટ પર કામ કર્યુ અને જલ્દી જ પેરેન્ટ્‌સ અને બાળકો વચ્ચેના એજ ગેપ પર ફિલ્મ લઈને આવવાના હતાં. કતેમની ગણતરી બોલિવૂડના ટોપ ડિરેક્ટર્સમાં થાય છે, પરંતુ તે ફક્ત એક ડિરેક્ટર જ નહીં એક શાનદાર લેખક પણ હતાં. ફિલ્મોમાં આવ્યા પહેલા પ્રદીપ સરકારે વર્ષો સુધી એડવર્ટાઈઝિંગની દુનિયામાં કામ કર્યુ હતું. ફિલ્મ મેકર હંસલ મહેતાએ એક ટ્‌વીટ દ્વારા પ્રદીપ સરકારના નિધનની ખબર શેર કરી છે.

તેમણે દિવંગત ડિરેક્ટરની તસવીર શેર કરી અને તેની સાથે કેપ્શનમાં લખ્યુ- ‘પ્રદીપ સરકાર, દાદા રેસ્ટ ઈન પીસ.’ પ્રદીપ સરકારે ઘણી બોલિવૂડ ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે. જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રીમાં તેમણે સીધા ફિલ્મ નિર્દેશક તરીકે પોતાના કરિયરની શરુઆત નહતી કરી. જી હાં, પ્રદીપ સરકારે ડિરેકશનમાં ઝંપલાવ્યુ તે પહેલા તેઓ જાહેરાતો માટે કામ કરતા હતાં.

Follow Me:

Related Posts