અમરેલી

પ્રખ્યાત ભજનીક હેમંતભાઈ ચૌહાણ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાની મુલાકાતે

પ્રખ્યાત ભજનિક શ્રી હેમંતભાઈ ચૌહાણ  કે જેઓને હાલમાં જ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હેમંતભાઈ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી  તથા શ્રી મોરારીબાપુના  હૃદયસ્થ વિડીયોગ્રાફર એવા શ્રી ધર્મેશભાઈ ગોંડલીયાના ખબર અંતર પૂછ્યા.  આ સંસ્થાની સેવાભાવી તથા  નિઃશુલ્ક કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ તેઓએ સંસ્થાના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીગણને આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ હૃદયસહ શુભેચ્છા પાઠવેલ.આ અરોગ્યરૂપી સેવાયજ્ઞ  આમ જ ચાલતો રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરેલ. અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની નિશુલ્ક આરોગ્યલક્ષી ઉત્કૃષ્ટ સેવાના  પણ ભરપેટ વખાણ કર્યા.

Related Posts