fbpx
બોલિવૂડ

પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું નિધન થયું

પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. તેમણે લખનઉની જીય્ઁય્ૈં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી છે. કવિ મુનવ્વર રાણાની તબિયત બગડી ત્યારે તેમને સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એટલે કે જીય્ઁય્ૈં લખનૌમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. મુનવ્વર રાણા લાંબા સમયથી કિડનીના બિમારીથી પીડાતા હતા અને તેઓ અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવતા હતા. તેઓ ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતા, જેના કારણે તેઓ લાંબા સમયથી જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ શકતા ન હતા.

તાજેતરમાં જ તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યા હતા. તેઓ ન્યુમોનિયાથી પણ પીડિત હતા, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મુન્નાવર રાણા હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર હતા. મુનવ્વર રાણાની ગણના દેશના જાણીતા કવિઓમાં થાય છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. મુનવ્વર રાણા લાંબા સમયથી હ્રદય અને અન્ય બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ ઉર્દૂ કવિતાની દુનિયામાં ખૂબ પ્રખ્યાત હતા. તેમને ૨૦૧૪માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. મુન્નવર રાણાએ માતા પરની કવિતા માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

Follow Me:

Related Posts