પ્રગટાયેલી હોળીમાં કરો આ 1 કામ, ઘરમાંથી બધી બીમારીઓ થઇ જશે છૂ
આજથી શરૂ થઇ ગયો હોળીનો તહેવાર…હિન્દુ ધર્મમાં હોળીનું અનેરું મહત્વ રહેલું છે. આજ રોજ અનેક જગ્યાઓ પર સંધ્યા સમયે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી પ્રગટાવતા પહેલાની તૈયારી અનેક લોકોએ કરી લીધી છે.
આમ, હોળી પ્રગટાવ્યા પહેલા અને પછી અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ બાબતો પર ધ્યાન આપતા નથી તો અનેક મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડે છે. હોળિકા દહન એક એવો તહેવાર છે જેમાં હોળીની અગ્નિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જો તમે પણ હોળીના ખાસ દિવસે આ ઉપાય અને પૂજા કરશો તો તમારી અનેક ઇચ્છાઓ પૂરી થઇ જશે અને સાથે તમે અનેક બીમારીઓથી દૂર પણ રહેશો.
જાણો હોળીના દિવસે શું કરશો ખાસ ઉપાય
હોળીના દર્શન તમે કોઇ પણ જગ્યાએ કરી શકો છો. હોળીના દર્શન તમે સાચા મનથી કરો છો તો તમને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ માટે તમે હોળીની અગ્નિની 12 વખત પરિક્રમા કરો અને પછી હોળિકામાંથી એક છાણું લઇને ઘરે આવો. ત્યારબાદ હોળિકાના અગ્નિથી એક દીવો કરો અને પછી આ દીવાને પાછળ જોયા વગર સીધા ચાલીને ઘરે લાવો. હવે તમારે મુખ્ય કામ એવું કરવાનું એ છે કે તમારે 16 દિવસ સુધી સતત આ અખંડ જ્યોતેને ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં પ્રગટાવેલી રાખો.
જો તમે આ ઉપાય સતત 16 દિવસ સુધી કરશો તો તમે અનેક બીમારીઓમાંથી તમે બહાર આવી જશો અને તમારું ઘર બીમારી મુક્ત થઇ જશે. આ સાથે જ તમારા મનમાં રહેલી અધુરી ઇચ્છાઓ પણ પૂરી થઇ જશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પોઝિટિવિટી આવે છે અને નેગિટિવિટી બહાર ફેંકાઇ જાય છે.
Recent Comments