અમરેલી

પ્રજાસતાક પર્વ નિમિત્તે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. 

ગતરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભગવાન શ્રી મહાવીરના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલાવાળા હાલ મુંબઈના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા અને સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી,સાવરકુંડલા વિભાગ તથા સાવરકુંડલા ટાઉન તેમજ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં સાવરકુંડલાના નાગરિકો તેમજ પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે, ડીવાયએસપી  હરેશ વોરા, ટાઉન પીઆઇ  એસ.એમ.સોની પી.એસ.આઇ. પી એમ સિસોદીયા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન,મહિલા પી.એસ.આઇ. પી.જી.સોચા,સાવરકુંડલા ટાઉન તથા રૂરલ પીઆઈ ,પી.એલ.ચૌધરી, રૂરલ,પી.એસ.આઇ. આર.એલ.રાઠોડ, તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સેક્રેટરી મેહુલ વ્યાસ દ્વારા સારી જહેમત ઉઠાવવામાં આવેલ હતી એમ યોગેશ ઉનડકટ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts