પ્રતાપ દૂધાતના સમર્થનમાં ઠેર ઠેર ગામડાઓમાથી ભાજપ અને આપ માથી કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં કાર્યકર્તાઓ
સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા ચૂટણી જાહેર થતાં ધારાસભ્ય શ્રી ના જન આશીર્વાદ સમેલન ભંડારિયા હનુમાન મદિર થોરડી ગામ માં તેમજ સાવરકુંડલા પટેલ વાડી શિવાજીનગર માં કાર્યકમ સાવરકુંડ્લા શહેર અને તાલુકા કોગ્રેસ સમિતિ તેમજ લીલીયા તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવેલ જેમાં જ્યારે ચુટણી નો સંખનાદ ફૂકાયો ત્યારથી અલગ અલગ પાર્ટી માથી કાર્યકર મિત્રો એ તેમની પાર્ટી થી નારજ થઈ ને કોંગ્રેસ ની વિચાર ધારા અને પ્રતાપ દૂધાત ની કામગીરી અને વિધાનસભા માં સાવરકુંડલા તાલુકા ના ગામડાઓ ના નામ ગુંજી ઉઠ્યા હોય તેવો પહેલા ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત છે કે, જેણે લોકો ઉપયોગી કામો ને પ્રથમ અગ્રતા આપીને કામો કર્યા છે જેને લઈ તેમના કામો થી લોકો પ્રભાવિત થયા છે. અને તેમની કામ કરવાની પ્રદ્ધતિ ની લોકો ના મુખે સભળાય રહેલ છે, જેથી સાવરકુંડ્લા તાલુકાનાં ગામો માથી પ્રતાપ તેમજ કોંગ્રેસ ની વિચારધારા માં લોકો જોડાવા લાગ્યા છે.
જેમાં સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામના મહેશભાઇ ચોડવડીયા તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ કે જેઓ કોંગ્રેસ નો ખેસ પ્રતાપભાઈ દૂધાત ના હસ્તે પહેરવેલ અને જીરા ગ્રામ પંચાયત ના ભાજપ ના પૂર્વ સરપંચ શ્રી સુરેશભાઇ સાવજ તેમજ જિગ્નેશભાઈ જાલાવડીયા તેમજ ચરખડીયા ના ભાજપ ના આગેવાન ભાનુભાઇ લાલુ તથા ભરતભાઇ લાલુ તેમજ તેમના સાથી મિત્રો સાથે તથા સાવરકુંડલા વોર્ડ નબર 6 માથી ભાજપ ના કાર્યકર્તા શ્રી ભાનુભાઇ ગાજીપરા તેમજ તેમના સાથી મિત્રો ભાજપ છોડી /આપ પાર્ટી છોડી વિધિવત કોંગ્રેસ માં જોડાણ કર્યું હતું અને આ તમામ લોકો કોંગ્રેસ સાથે જોડ્યા હતા તેમાં કોંગ્રેસ પાર્ટી તેમજ ધારાસભ્ય શ્રી દ્વારા ખેચ ધારણ કરાવીને તેમનું સ્વાગત કરવામાં આવેલ તેમજ આ તમામ બીજી પાર્ટી માથી કોંગ્રેસ માં આવતા સાવરકુંડલા તાલુકા માં ભાજપ ને આપ માં ચર્ચા નો વિષય બની ગયેલ છે, આમ પ્રતાપ દૂધાત ના સમર્થન માં લોકો આવી રહ્યા છે. લોકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ચૂટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રતાપ દૂધાત ના કાર્ય અને કામગીરી નો “પ્રતાપ” જોઈ લોકો સમર્થન આપી રહ્યા છે.
Recent Comments