પ્રથમ તબક્કામાં જરૂરિયાત ધરાવતા ૨૫ બિલ્ડીંગ બનશે. રાજકોટ એઇમ્સઃ હોસ્પિટલના મેઇન બિલ્ડિંગના પ્લાનને રૂડાએ મંજૂરી આપી
એમિનિટીઝ ફીમાં ૫૦% રાહત અપાશે, ૫૦૦ લોકોની કેપેસિટી ધરાવતું ઓડિટોરિયમ બનશે
એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાલ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આ મુદ્દે એઇમ્સનો સમાવેશ પબ્લિક પર્પઝ ઝોનમાં થાય છે. નિયમોનુસાર તે ઝોનમાં પબ્લિક ઇન્સ્ટીટ્યૂટમાં પબ્લિક સર્વિસ એન્ડ એમિનિટી અન્વયે હેલ્થ પબ્લિક ફેસિલિટીના ભાગરૂપે કેમ્પસ પ્લાનિંગ સાથે હાલના ઝ્રય્ડ્ઢઝ્રઇના નિયમોને ધ્યાને લઈ એઇમ્સમાં સમાવિષ્ટ બિલ્ડીંગો સત્તામંડળમાં મંજૂરી અર્થે સમયાંતરે રજૂ કરવામાં આવ્યું છે. રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીએ એઇમ્સ હોસ્પિટલના મેઈન બિલ્ડીંગના પ્લાનને મંજૂરી આપી દીધી છે. એમિનિટીઝ ફીમાં ૫૦%ની રાહત આપવામાં આવશે. તેમજ ૫૦૦ લોકોની કેપેસિટી ધરાવતું ઓડિટોરિયમ બનશે.
એઇમ્સના બાંધકામનું કુલ ક્ષેત્રફળ ૮૧૩૪૪૨ ચો.મી. સરકાર દ્વારા રાજકોટને એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે. એઇમ્સનો સત્તામંડળમાં સમાવેશ થયો છે. એઇમ્સ હોસ્પિટલ જામનગર રોડની ઉત્તર તરફ અંદરના ભાગે આવેલા ખંઢેરી ગામના રેવન્યૂ સર્વે નં. ૬૪ તથા ૬૭ અને પરાપીપળીયાનાં રેવન્યૂ સર્વે નં.૧૯૭ પૈકીની જમીનમાં આકાર પામી રહી છે. જેનું કુલ ક્ષેત્રફળ ૮૧૩૪૪૨ ચો.મી. છે. જે પૈકી વિવિધ જાહેર હેતુના વિકાસ માટેનું કુલ ક્ષેત્રફળ ૨૪૯૨૮૯ ચો.મી છે. જ્યારે અન્ય બાકી રહેતું ૫૬૪૧૫૩ ચો.મી. વિવિધ બાંધકામ માટે ઉપયોગમાં લેનાર છે.
એઇમ્સ કેમ્પસમાં જાહેર હેતુ માટે વિવિધ એમીનીટીસ જેવી કે બગીચા, રમત ગમતનું મેદાન, મિલ્ક બૂથ, પ્રાથમિક શાળા, લોકલ કોમર્શિયલ માર્કેટ, શાકભાજી માર્કેટ, પોલીસ આઉટ પોસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગરેના ઉપયોગ માટે આયોજન થયું છે તથા વર્તમાન અને ભવિષ્યના આયોજનના ભાગરૂપે પ્રથમ તબક્કામાં જરૂરિયાત ધરાવતા એવા કુલ ૨૫ બિલ્ડીંગનું આયોજન કર્યું છે. આ ૨૫ બિલ્ડીંગમાં ડાયરેક્ટર બંગ્લોઝ, બોઇઝ તથા ગર્લ્સને રહેવા માટે યુજી બોયસ હોસ્ટેલ, યુજી ગર્લ્સ હોસ્ટેલ, બહારગામથી આવતા લોકો માટે નાઈટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, વિવિધ ડોક્ટરો અને પ્રોફેસરો માટે વિવિધ પ્રકારના હાઉસિંગ, નર્સિંગ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ, ૫૦૦ લોકોની કેપેસિટી ધરાવતું ઓડિટોરિયમ, જમવા માટે ડાઈનિંગ હોલ, જીવન જરૂરિયાત માટે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, ભણવા માટે એકેડેમિક બ્લોક, આયુર્વેદિક વિભાગનો આયુષ બ્લોક, સર્વિસ બ્લોક, બાયોમેડિકલ વેસ્ટ બ્લોક, તથા મેઈન હોસ્પિટલ બિલ્ડીંગનો સમાવેશ થાય છે.
Recent Comments