પ્રથમ દિવસે ભાવનગર જિલ્લામાં કુલ ૪૦૯ લોકોએ મેળવ્યું કોરોના વેક્સીનનું સુરક્ષા કવચ
સમગ્ર ભારત દેશમાં આજથી રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે. સૌપ્રથમ આરોગ્ય સાથે સંકળાયેલા ડોક્ટર્સ, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને રસી આપવાનું નિર્ધારિત કરાયું છે. ભાવનગર જિલ્લામાં
ભાવનગર શહેરમાં 3 જગ્યાએ તેમજ તલગાજરડા, બોરડા અને સોનગઢ ખાતે વેક્સિનેશનો પ્રારંભ આજરોજથી શરુ
કરવામાં આવ્યો હતો.
આજે પ્રથમ દિવસે ભાવનગર શહેરમાં સાંજના ૭ કલાક સુધીમાં યુ.પી.એચ.સી. શિવાજી સર્કલ ખાતે
૮૨, યુ.પી.એચ.સી. આનંદનગર ખાતે ૮૨ તેમજ યુ.પી.એચ.સી. આખલોલ ખાતે ૫૧ મળીને કુલ ૨૧૫ લોકોને રસી
આપવામાં આવી છે.
જયારે પી.એચ.સી. સોનગઢ ખાતે ૭૧, તલગાજરડામાં ૬૩ તેમજ બોરડામાં ૬૦ મળી કુલ ૧૯૪ આરોગ્યકર્મીઓને
આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન કરાયાનું ડો.સિન્હા તેમજ ડો.એ.કે.તાવીયાડ દ્વારા જણાવાયું છે.
Recent Comments