રાષ્ટ્રીય

પ્રથમ વખત એક દિવસમાં હાર્ટ એટેકથી ૨૨ ના મોત, ચાર દિવસમાં ૫૬ લોકોએ ગુમાવ્યો જીવ

કાનપુરમાં શિયાળો બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. કાનપુરમાં હાર્ટ એટેક અને હાર્ટ બ્લોકને કારણે ૨૨ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ત્રણ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા હતા. કાનપુર સહિત નજીકના જિલ્લાઓમાંથી આ દર્દીઓ ગંભીર હાલતમાં કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ માં પહોંચ્યા હતા. કાર્ડિયોલોજી વિભાગમાં છેલ્લા ચાર દિવસમાં ૫૬ લોકોના મોત થયા છે. સંસ્થાના ડાયરેક્ટર ડો.વિનય કૃષ્ણ મુજબ છેલ્લા ઘણા વર્ષોમાં આવો આંકડો જાેવા મળ્યો નથી. આ ખૂબ જ આઘાતજનક આંકડા છે.

જે દર્દીઓને હ્રદયરોગ છે તેમણે વધતી ઠંડી પર દવાનું નિયમન કરવું જાેઈએ, નહીં તો હાર્ટ એટેકનું જાેખમ વધી જાય છે. આ પ્રકારનો આંકડો પહેલીવાર જાેવા મળ્યો છે કે ૧ દિવસમાં ૨૨ લોકોના મોત થયા છે. કાનપુરમાં ભારે ઠંડી પડી રહી છે જેના કારણે મૃત્યુઆંક વધી ગયો છે. આ આંકડો ભયાનક છે. આવી સ્થિતિમાં ઠંડી લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ગંભીર હાલતમાં અહીં આવતા દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાને જાેતા ઇમરજન્સી કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. કાનપુરમાં છેલ્લા ૪ દિવસમાં હાર્ટ એટેકથી ૫૬ લોકોના મોત થયા છે.

કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં ૨૬ લોકોના મોત થયા છે જ્યારે ૩૦ લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. જેમને હ્રદયરોગ કે બ્લડ પ્રેશરની બીમારી હોય તેઓએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. આ લોકોને ઠંડીમાં જ્યાં સુધી સૂર્ય બહાર ન આવે ત્યાં સુધી બહાર નાં નીકળવું જાેઈએ. ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જાેઈએ. કાનપુરની કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં ૧૮ જિલ્લાના લોકો સારવાર માટે આવે છે, જ્યાં ડૉક્ટરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Related Posts