ભારતીય મૂળના કેટલાક બ્રિટિશ પરિવારોએ રેકોર્ડમાં નોંધાયેલા સૈનિકો અને તેમના પિતા, ગામ અને રેજિમેન્ટના નામો દ્વારા પોતાના પૂર્વજાેની ઓળખ મેળવી છે. તે સૈનિકો આરબ દેશો, પૂર્વીય આફ્રિકા, ગૈલીપોલી વગેરે ખાતેના યુદ્ધોમાં સામેલ થયા હતા. કેટલાય પરિવારોએ તેમની ૧૦૦-૧૦૦ વર્ષ જૂની તસવીરો અને તેમના દિલચસ્પ કિસ્સાઓ પણ શેર કર્યા હતા. બ્રિટિશ અને આયરિશ સૈનિકોના વંશજાે આ જ રીતે રેકોર્ડ દ્વારા પોતાના પૂર્વજાેને શોધતા આવ્યા છે. દસ્તાવેજાેને ડિજિટાઈઝ કરી રહેલા યુકે પંજાબ હેરિટેજ અસોસિએશનના અધ્યક્ષ અમનદીપ માડ્રાએ જણાવ્યું કે, અનેક ગામોમાંથી ૪૦-૪૦ ટકા લોકોએ પોતાનું નામ સેનામાં નોંધાવ્યું હતું. આશરે ૪૫ હજાર રેકોર્ડ તો ફક્ત જાલંધર, લુધિયાણા અને સિયાલકોટ (હાલ પાકિસ્તાન)ના જ સૈનિકોના છે.
આ રેકોર્ડ્સને પંજાબ સરકારે પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદ ૧૯૧૯માં તૈયાર કરાવ્યો હતો. તેમાં ૨૬,૦૦૦ પૃષ્ઠ છે જેમાંથી કેટલાક પર છાપકામ અને કેટલાક પર હસ્તલેખ દ્વારા નામ અને બાકીની જાણકારીઓ નોંધાયેલી છે. એક અનુમાન પ્રમાણે અવિભાજિત ભારતના પંજાબ અને આસપાસના ક્ષેત્રોના આશરે ૨૫ જિલ્લાઓના ૨.૭૫ લાખ સૈનિકોના નામોનું ડિજિટાઈઝેશન ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. બ્રિટિશ ઈતિહાસકારોએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા ૩.૨૦ લાખ ભારતીય સૈનિકોનો રેકોર્ડ લાહોરના એક સંગ્રહાલયમાંથી શોધી કાઢ્યો છે. આ સંશોધને પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના વ્યાપક યોગદાનને ફરી એક વખત સાબિત કરી આપ્યું છે. તેમાં પંજાબ અને તેની આસપાસના સૈનિકોના નામ નોંધાયેલા છે. આ દસ્તાવેજાે સંગ્રહાલયમાં છેલ્લા ૯૭ વર્ષથી કોઈની નજરે ચઢ્યા વગર પડ્યા રહ્યા હતા. તેને ડિજિટાઈઝ કરીને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે.
Recent Comments