ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે પાંચ જિલ્લામાં નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરાશે. સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉતરાણ અને અલથાણ એમ પાંચ, સુરત ગ્રામ્યમાં ૩ નવા પોલીસ સ્ટેશન, વડોદરામાં અકોટા, કપુરાઇ, કુંભારવાડા અને અટલાદરા ખાતે, વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે, રાજકોટ ગ્રામ્યમાં જેતપુર, ઉદ્યોગનગર, ધોરાજી અને ગોંડલ ખાતે, ભરૂચ જિલ્લામાં પાનોલી અને ઝઘડીયા જીઆઇડીસી ખાતે જ્યારે અરવલ્લી જિલ્લામાં ટીટોઇ આઉટપોસ્ટને પોલીસ સ્ટેશન બનાવીશે. પ્રદિપસિંહે કચ્છના માધાપર ખાતેના નવા પોલીસ સ્ટેશનનો ઇ- પ્રારંભ કરાવતી વખતે આ જાણકારી આપી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે પીઆઇ- પીએસઆઇ કક્ષાના નવા ૧૯ પોલીસ સ્ટેશન અને ૮ નવી આઉટ પોસ્ટને મંજૂરી આપી છે. આ પોલીસ સ્ટેશનો માટે નવી ૧૪૦૧ જગ્યાને મંજૂરી અપાઈ છે.
પ્રદિપસિંહ જાડેજા દ્વારા નવા ૧૯ પોલીસ સ્ટેશન અને ૮ આઉટપોસ્ટને મંજૂરી અપાઇ


















Recent Comments