પ્રદૂષણને લઈને દિલ્હીમાં ૩૦ નવેમ્બર સુધી ટ્રકોના પ્રવેશ નહીં
દેશની રાજધાની દિલ્હીની હવા ફરી એકવાર ઝેરી બની રહી છે. તાપમાનમાં ઘટાડો અને ધીમા પવનને કારણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું જાેખમ ફરી વધી ગયું છે. દિલ્હીમાં હવાનો ગુણવત્તા સૂચકાંક શનિવારે પણ ગંભીર શ્રેણીમાં રહ્યો હતો. શનિવારે છઊૈં ૩૮૬ નોંધાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને દિલ્હી સરકારના પર્યાવરણ અને વન વિભાગે શનિવારથી ૩૦ નવેમ્બર સુધી રાજધાનીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિભાગના આદેશ અનુસાર ૩૦ નવેમ્બર સુધી દિલ્હીમાં બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ, તબીબી સુવિધાઓ જેવી કે માલસામાન અને ઝ્રદ્ગય્/ઇલેક્ટ્રિક ટ્રકોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. હવામાનશાસ્ત્રીઓએ એવી પણ આગાહી કરી છે કે દિલ્હીમાં પ્રદૂષણને લઈને આગામી થોડા દિવસોમાં દિલ્હીનો છઊૈં ખૂબ જ ખરાબ શ્રેણીમાં જઈ શકે છે. માહિતી અનુસાર, ૨૭ અને ૨૮ નવેમ્બરે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહેશે, ત્યારબાદ ૩૦ નવેમ્બર સુધી છઊૈંમાં ધીમે ધીમે સુધારો જાેવા મળશે. દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ૨૧ નવેમ્બરની અગાઉની સૂચનાના સંદર્ભમાં ૨૬ નવેમ્બર સુધી આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રકો સિવાય ટ્રકોના પ્રવેશને રોકવાના ર્નિણયની સમીક્ષા કરીને વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે અને આ ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રવેશવા માટે સીએનજી સંચાલિત ટ્રકોને મંજૂરી આપવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બાંધકામ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. શાળા-કોલેજ અને સરકારી કચેરીઓમાં પણ કામ ઘરેથી થતું હતું, પરંતુ સરકારે સોમવારથી શાળા-કોલેજ અને સરકારી કચેરીઓ ખોલવાનો ર્નિણય લીધો છે.
Recent Comments