અમરેલી

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી જીલ્લાના લોકોની અતિ મહત્વપૂર્ણ માંગણીઓ અને કામોનો આગામી તા. ર૩/૦ર/ર૦ર૩ થી ચાલુ થતાં ગુજરાત સરકારના સત્ર દરમ્યાન વર્ષ : ર૦ર૩/ર૪ના બજેટમાં સમાવેશ થાય તે માટે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્રારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને નીચે મુજબના મુદાઓની રજુઆત કરેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

(૧) અમરેલીની જીવાદોરી સમાન સાંતલી ડેમ યોજનાનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવે. આ યોજનાથી અમરેલી જીલ્લાના ૩પ થી ૪૦ ગામોના લોકો અને ખેડુતોને ખુબ જ ફાયદો થશે.
(ર) અમરેલી ઠેબી નદી પર રીવરફ્રન્ટ નિર્માણ કરવાના કામનો બજેટમાં સમાવેશ કરવામાં આવે.
(૩) ધારી તાલુકાના દલખાણીયા–કોટડા વચ્ચે નદી પર ડેમ બનાવવાના કામનો બજેટમાં સમાવેશ કરવામાં આવે.
(૪) ધારી તાલુકાના અમ૬૩ઘઠસતપુર ગામે ઢાંકણીયા નદી પર ડેમ બનાવવાના કામનો બજેટમાં સમાવેશ કરવામાં આવે.
(પ) ધારી મુકામે આવેલ ખોડીયાર ડેમ પર રીવરફ્રન્ટ નિર્માણ કરવાના કામનો બજેટમાં સમાવેશ કરવામાં આવે.
(૬) સાવરકુંડલા શહેર ખાતે આવેલ સુકનેરા ડેમને ઉંડો ઉતારવામાં આવે તેમજ ડેમના વેસ્ટ વીયરની હાઈટ વધારવાના કામનો બજેટમાં સમાવેશ કરવામાં આવે.
(૭) સાવરકુંડલા માટે નાની સિંચાઈ અંતર્ગત બજેટમાં વધુ નાણાકીય જોગવાઈ કરવામાં આવે.
(૮) સાવરકુંડલા માટે વોટરશેડ યોજના અંતર્ગત વધુ નાણાકીય જોગવાઈ તેમજ પ્રોજેકટસનો બજેટમાં સમાવેશ કરવામાં આવે.

(૯) સાવરકુંડલા વિધાનસભામાં પાંચ વર્ષથી રી–કાર્પેટમાં માં બાકી રહેલા રોડ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવે.
(૧૦) રાજુલા તાલુકાના ચાંચ ગામે વિકટર ખાડી ઉપર બ્રીજ બનાવવાના કામનો બજેટમાં સમાવેશ કરવામાં આવે. ચાંચ ગામની વસ્તી અંદાજીત ૧૩૦૦૦ જેટલી છેે અને વર્તમાનમાં ગ્રામજનોને રાજુલા જવા માટે ૪પ કિ.મી. ફરી ફરીને જવુ પડી રહયુ છે. આ ખાડી પર ર૮૦ મીટર બ્રીજ બનવાથી ગ્રામજનોને રાજુલા મથકે જવા માટેનું અંતર ઘટી ફકત ૧૯ કિ.મી. થઈ જશે. જેનાથી ગ્રામજનોને ખુબ જ ફાયદો થશે.
(૧૧) અમરેલી જીલ્લામાં સ્થિત શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિર, તા. લીલીયા, પૂ. ભોજલરામ મંદિર–ફતેપુર, તા. અમરેલી અને પૂ. દાનમહારાજની જગ્યા–ચલાલા, તા. ધારી આ ત્રણેય મંદિરોનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા માટેની મંજુરી મળી ગયેલ છે. પરંતુ નાણાકીય જોગવાઈ ન થવાને કારણે આ મંદિરોનો વિકાસ વિલંબમાં પડેલ છે. તેથી વર્ષ : ર૦ર૩/ર૪ના બજેટમાં આ ત્રણેય મંદિરો માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવે.

Related Posts