પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના મહામંત્રી તરીકે કુંકાવાવના વાજસુરભાઈ વાળાની નિમણુક
અમરેલી જિલ્લામા આવેલ કુંકાવાવ તાલુકાના માયાપાદર ગામના કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી વાજસુરભાઈ અમરૂભાઈ વાળા(ટીસીભાઈ) ને કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વ ની જવાબદારી સોંપવામાં આવી છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ ઓ.બી.સી.વિભાગના માર્ગદર્શન અને સૂચના હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુક કરી જાહેરાત કરવામા આવી છે સમગ્ર જિલ્લામા ઓબીસી માં સમાવિષ્ટ કરી જાતિ ઓ નું કોંગ્રેસ નું સંગઠન વધુ મજબૂત થાય અને કોંગ્રેસ પક્ષ વધુ કાર્યશીલી રીતે કામ કરી શકે તેને લઈ કાઠી ક્ષત્રીય સમાજ અગ્રણી વાજસુરભાઈ વાળા ને મહત્વની જવાબદારી સોંપવામા આવી છે આ નિમણુક થતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આવકારી લઈ દિગજો એ શુભેચ્છા પાઠવી ઉપરાંત કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા પણ આવકારી લેવાયા છે
Recent Comments