પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિમાંથી ડેલીગેટસની નિમણુંક કરાઇ
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિમાંથી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં અમરેલીના જુદા જુદા તાલુકાઓમાંથી ડેલીગેટસની નિમણુંક કરવામાં આવેલી હતી, જેમાં પરેશભાઇ ડી. ધાનાણી, રફીકભાઇ મોગલ, જેનીબેન વી. ઠુંમર, ઠાકરશીભાઇ મેતલીયા, વિરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઇ દુધાત, શ્રી અર્જુનભાઇ ટી. સોસા, સુરેશભાઇ કોટડીયા, ડી.કે. રૈયાણી, ડો.ર્કિતીકુમાર બોરીસાગર, અંબરીશભાઇ ડેર, બાબુભાઇ રામ, ટીકુભાઇ વરૂની ડેલીગેટસ તરીકે નિમણુંક કરાઈ છે. આ નિમણુંકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી જગદીશભાઇ ઠાકોર, પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ અને અમરેલી જિલ્લાના તમામ તાલુકા / શહેર સમિતિના પ્રમુખશ્રીઓ અને તમામ કોંગ્રેસ અગ્રણીઓએ આવકારેલ છે.
Recent Comments