fbpx
ગુજરાત

પ્રદેશ પ્રમુખની ટકોર બાદ પણ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું

કોંગ્રેસનું ઓબીસીનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનની અંદર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કેસ રામ મંદિર માટે ઉઘરાવેલી ઈંટો પર શ્વાન પેશાબ કરતા હતા. આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપતા ગઈ કાલે આ નિવેદન બાદ ભાજપના અન્ય નેતાઓએ પણ તેને લઈને પ્રત્યુતર આપ્યો હતો.


જાહેર કાર્યક્રમ મંચ પર ભરતસિંહ સોલંકીએ રામ મંદિરનો રાગ આલાપ્યો હતો અને ના સભ્ય સમાજમાં ના શોભે તે પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રામ મંદિરના નામે ભાજપ પર પણ પ્રહાર કર્યો હતો. રામ મંદિરના નામે રુપિયા ઉઘરાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે, ત્યાર બાદ ભરતસિંહ સોલંકીએ એવી પણ સ્પષ્ટતા પોતાના આ નિવેદનનો બચાવ કરતા કહ્યું હતું કે, આ ટિપ્પણી રામ મંદિર મુદ્દે નહોતી કરવામાં આવી પરંતુ આ ટીપ્પણી ભાજપની ખોટી રાજનીતી મુદ્દે હતી.


જો કે આ વાતને લઈને ગઈકાલથી રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. 
કોંગ્રેસ નેતાઓ નિવેદન બાજી કરવામાં ભાન ભૂલી રહ્યા છે. આ પહેલા પણ ગેની બેન ઠાકોરના નિવેદન બાદ પણ વિવાદ થયો હતો. જે બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ટકોર કરી હતી એ બાદ પણ વિવાદીત નિવેદનો કરી રહ્યા છે. જાણે કોંગ્રેસી નેતાઓ કરવામાં આવેલી ટકોરને પણ ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. જે બાદ અન્ય ભાજપ તરફથી નેતાઓ દ્વારા આ વાતનો પ્રત્યુતર આપવામાં આવ્યો હતો. 

Follow Me:

Related Posts