ભુજના મુન્દ્રા રોડ પર અંદાજિત ૧૫૦ કરોડના ખર્ચે આકાર પામેલી ૨૦૦ બેડની કેકે પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને જિલ્લાના પદાધિકારીઓ, દાતા પરિવાર, સ્વામિનારાયણ મંદિરના સંતો અને લોકોની ઉપસ્થિતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે કેન્ડિય મંત્રી મનસુખ મંડવીયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા, વિધાનસભા અધ્યક્ષા નીમાબેન આચાર્ય, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાજ્ય મંત્રી વાસણ આહીર, જિલ્લા ભજપ પ્રમુખ કેશુ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરુલબેન કારા , ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠકકર, ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસ સ્વામી, જાદવજી ભગત, હોસ્પિટલના મુખ્ય દાતા પરિવારના ટ્રસ્ટી ગોવિદ ગોરસિયા અને સંતો મહંતો તથા ૩ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છની જનતાને વર્ષોથી જેની પ્રતીક્ષા હતી એ અદ્યતન આરોગ્ય સુવિધા હવે ભુજ ખાતે ઉપલબ્ધ બની છે જેનો સીધો ફાયદો ગંભીર બીમારી વખતે બહાર જતા દર્દીઓને સ્થાનિકે મળી રહેશે. તાકીદના સમયે દર્દીઓને અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા જેમાં હવે રાહત મળશે.
અમદાવાદની જિલ્લા મથક ભુજ પાસે આકાર પામેલી કેકે પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાક્તિનું વર્ચ્યુઅલી અનાવરણ કરી હોસ્પિટલની તમામને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શુભેચ્છા સંદેશની શરૂઆત જય સ્વામિનારાયણ બોલીને કચ્છી ભાષામાં ‘કિ આઈ યો ” એમ પૂછીને જન સમૂહના હાલચાલ પૂછ્યા હતા. તેમણે કચ્છી લેહવા પટેલ સમાજ, હોસ્પિટલના દાતા પરિવાર અને ટ્રસ્ટી મંડળને પણ આ સેવા કાર્ય બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. વધુમાં પ્રધાનમંત્રી મોદી એ કહ્યું કે કચ્છ અને તેના લોકો ભૂકંપની તબાહીને પાછળ મૂકી પરિશ્રમ દ્વારા આ ક્ષેત્રનું નવું ભાગ્ય લખી રહ્યા છે. જેના ભાગરૂપે કચ્છને પ્રથમ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ મળી છે. તે બદલ તમામને ખુબ ખુબ શુભેચ્છાઓ. ૨૦૦ બેડની આ હોસ્પિટલ દ્વારા ગરીબ અને તમામ વર્ગના લોકોને સારી અને સસ્તી સારવાર મળી રહેશે. સારી આરોગ્ય સુવિધાઓ માત્રા બિમારીના ઈલાજ સુધી જ સીમિત નથી હોતી, તે સામાજીક ન્યાયને પ્રોત્સાહિત કરે છે. જ્યારે કોઈ ગરીબને સસ્તો અને ઉત્તમ ઈલાજ મળે છે ત્યારે તોનો વ્યવસ્થા પર ભરોસો વધુ મજબૂત થાય છે. દેશમાં આજે ઘણી એઈમ્સ સાથે અનેક સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજના નિર્માણનું લક્ષ્ય હોય કે પછી મેડિકલ એજ્યુકેશનમાં બધાની પોંચ રાખવાનો પ્રયાસ તેનાથી આગામી ૧૦ વર્ષમાં દેશને રેકોર્ડ સ્તરે નવા ડોક્ટરો મળેશે.
કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી જન આરોગ્ય સેવા, આયુષ્યમાન ભારત યોજના શરૂ થતાં તેનો લાખો લોકો લાભ લઈ રહ્યા છે. આયુષ્યમાન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત વધુ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ નિર્માણ થશે. ગુજરાતની વાત કરીએ તો સમગ્ર વિશ્વ હાલ ગુજરાતની નોંધ લઈ રહ્યું છે. અહીં ૧૦ વર્ષ પહેલાં ૯ મેડિકલ કોલેજ હતી અને ડૉક્ટર બનવા ૧૧૦૦ બેઠક હતી, જે હવે ત્રણ ડર્જનથી વધુ એઇમ્સ હોસ્પિટલ છે જેમાં ૬ હજાર ડોક્ટર બનવાની વ્યવસ્થા મળી રહી છે. અમદાવાદ અને રાજકોટમાં એઇમ્સ તૈયાર થઈ ગઈ છે તો જામનગરમાં તેનું કાર્ય પૂરુ થવા પર છે. વિશેષમાં તેમણે લોકોને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પાણી જાળવવા અંગે જાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો. જંક ફૂડ ટાળવા અને નિરોગી જીવન માટે યોગ કસરત કરતા રહેવા આહવાન કર્યું હતું. કચ્છના બહાર વસતા લોકોને કચ્છના રણમાં ફરવા જવા માટે વિદેશી લોકોને માહિતી પહોંચાડવા પણ કહ્યું હતું. ખાસ તેમણે કચ્છના વખાણ કરતા કહ્યું હતું કે, હવે તો અહીં શું નથી? એક સમય હતો જ્યારે અહીંનું બાળક જન્મ બાદ ૫ વર્ષ સુધી વરસાદ કેવો હોય એ જાણતું નહતું, આજે કચ્છ હરિયાળું બની ગયું છે. જીરુંના વાવેતર સાથે કમલમ ફ્રૂટ અને કચ્છ ખારેક તથા કેરી વિદેશમાં મોકલાય છે.
Recent Comments