પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને આપી મોટી ભેટ, પ્રધાનમંત્રીએ દેશના ૭૧,૦૦૦ યુવાનોને આપી ભેટ, કહ્યુ ‘દેશમાં નવા અવસરોના દ્વાર ખુલ્યા’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આજે રોજગાર મેળામાં નવનિયુક્ત કેન્દ્રીય કર્મીઓને રોજગાર પત્ર એનાયત કર્યા છે. આ વીડિયો કોન્ફરન્સિગ માધ્મથી લગભગ ૭૧,૦૦૦ યુવાનોને નિયુક્તિ પત્ર સોંપ્યા છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘અમારી સરકાર વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે યુવાનોની પ્રતિભા અને ઊર્જાને યોગ્ય તક આપવા માટે પ્રતિબદ્ધ છે. આજનું નવું ભારત, નવી નીતિ અને વ્યૂહરચના જે હવે અનુસરવામાં આવી રહી છે, તેણે દેશમાં નવી સંભાવનાઓ અને નવી તકોના દ્વાર ખોલ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જાેબ ફેર રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે. ‘એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોમાં ઝડપથી રોજગાર મળી રહ્યા છે’ વડાપ્રધાને આ અંગે કહ્યું કે, ‘એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોમાં ઝડપથી રોજગાર આપવામાં આવી રહ્યા છે. આજનો રોજગાર મેળો પણ આ શ્રેણીમાં એક મોટી ભેટ છે. કોવિડ પછી આખું વિશ્વ મંદીનો સામનો કરી રહ્યું છે,
મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા પડી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે વિશ્વ ભારતને એક તેજસ્વી સ્થળ તરીકે જાેઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ અગાઉની સરકારો પર પ્રહાર કરતા કહ્યું કે, ‘એક સમય હતો જ્યારે ભારત દરેક બાબતમાં પ્રતિક્રિયાશીલ અભિગમ સાથે કામ કરતું હતું, પછી તે ટેક્નોલોજી હોય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરંતુ હવે ૨૦૧૪થી પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે. પરિણામે, ૨૧મી સદીના આ ત્રીજા દાયકામાં રોજગાર અને સ્વરોજગારની એવી તકો ઊભી થઈ રહી છે જેની અગાઉ કલ્પના પણ કરી શકાતી ન હતી. ઁસ્ મોદી દ્વારા ગયા વર્ષે જ ૧૦ લાખ લોકોને નોકરી આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયએ આ અંગે કહ્યું હતુ કે, રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પીએમ મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં આ એક પગલું છે. એવી આશા છે કે રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે. નોંધનીય છે કે, સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા આ લોકોને જુનિયર એન્જિનિયર, લોકો પાઈલટ, ટેકનિશિયન, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, શિક્ષક, નર્સ, ડોક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં વિવિધ હોદ્દા પર આ લોકો સામેલ થશે.
Recent Comments