પ્રધાનમંત્રીએ બ્રિટિશકાળના કાયદાને બદલવાની જરૂર જણાવી, કહ્યું ‘સરળ ભાષામાં લખવું જાેઈએ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના વસંત ઉત્સવ ‘રોંગાલી બિહુ’ના પહેલા દિવસે એક દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં હાજરી આપી હતી. સમારોહ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હાઈકોર્ટે એવા સમયે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે, જ્યારે આપણો દેશ પણ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરશે. ઁસ્ મોદીએ કહ્યું કે, આ એક અનોખી હાઈકોર્ટ છે, તેની પાસે મહત્તમ અધિકારક્ષેત્ર છે. આપણી ઘણી કાયદાકીય જાેગવાઈઓ અંગ્રેજાેના જમાનાથી આવી રહી છે. આવા ઘણા કાયદા છે, જે સંપૂર્ણપણે અપ્રસ્તુત બની ગયા છે. અમે સરકારી સ્તરે તેમની સતત સમીક્ષા કરી રહ્યા છીએ. ઁસ્ મોદીએ કહ્યું કે, અમે તેમાંથી ૨,૦૦૦ થી વધુ કેન્સલ કરી રહ્યા છીએ, અને તેને કેન્સલ કરી દીધા છે. ૪૦,૦૦૦ થી વધુ જૂના અનુપાલન નાબૂદ કરવામાં આવ્યા છે, અને ઘણી જાેગવાઈઓને અપરાધિકૃત કરવામાં આવી છે, જેણે કેસ ઘટાડવામાં મદદ કરી છે. કાયદાના સરળીકરણને લઈને ચાલી રહેલા પ્રયાસો અંગે તેમણે કહ્યું કે, કાયદો એવી સરળ ભાષામાં લખવો જાેઈએ,
જે સામાન્ય લોકો સમજી શકે. ઁસ્ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ૨૧મી સદીનું ભારત છે, અને ભારતના સપના અને આકાંક્ષાઓ અમર્યાદિત છે. ગૌહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ હાઈકોર્ટ આસામ સિવાયના અન્ય રાજ્યોને નિયંત્રિત કરે છે. ઁસ્ મોદીએ કહ્યું કે, આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આપણા બંધારણના નિર્માણમાં બાબા સાહેબની મુખ્ય ભૂમિકા રહી છે. બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને સમરસતાના મૂલ્યો આધુનિક ભારતનો પાયો છે. તેમણે કહ્યું, “હું પણ આ શુભ અવસર પર બાબાસાહેબના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે ૨૧મી સદીમાં દરેક ભારતીયના સપના અને આકાંક્ષાઓ અમર્યાદિત છે. આને પરિપૂર્ણ કરવામાં, લોકશાહીના સ્તંભ તરીકે આપણા મજબૂત અને સંવેદનશીલ ન્યાયતંત્રની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
Recent Comments