આજે દેશ ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્રાંતિ તરફ આગળ વધી રહયો છે, ત્યારે ગુજરાત રાજયના ખેતી આધારીત અમરેલી જિલ્લામાં રોજગારીની તકો અલ્પ પ્રમાણમાં હોવાથી લોકો જિલ્લામાંથી સ્થળાંતર કરી રહયા છે, ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત અથવા ભારત સરકાર, ગુજરાત સરકાર ના પ્રોત્સાહનથી ઉદ્યોગકારો અમરેલી જિલ્લામાં ઉદ્યોગ સ્થાપે તે જરૂરી છે. આ માટે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, અને મંત્રીઓને અમરેલી જિલ્લાના ભા.જ.પ ના પૂર્વે પ્રમુખ અને ગુજરાત ભા.જ.પ. કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરા એ રજુઆત કરી છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ના પ્રયત્ન થી અમરેલી જિલ્લામાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના કામો પ્રગતિમાં થઈ રહયા છે. ત્યારે ઉદ્યોગિક રીતે જિલ્લાના વિકાસ માટે સરકાર યોગ્ય પોલિસી બનાવે તેવી માંગ કરી છે.
એગ્રીકલ્ચર ક્ષેત્રે વિકાસની તકો –
અમરેલી જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે. મગફળી, કપાસ, ઘઉં મુખ્ય પાકો છે. બાગાયતમાં કેસર કેરી અને અન્ય ફળ પાકો નું પણ સારુ ઉત્પાદન છે. આજુબાજુના જિલ્લાઓમાં પણ મુખ્ય પાકો ઉપર મુજબ ના છે.
- એગ્રીબેઈઝ ઈન્ડસ્ટ્રીઝમાં ફુડ પ્રોસેસીંગ, ઓઈલમીલ, પિનટ બટર બિઝનેસ, અથાણા બિઝનેસ, આટા મિલો, મેગોપ્રોસેસીંગ યુનીટો, જીર્નીંગ એન્ડ વીવીંગ પ્રકારના ઉદ્યોગો માટે સારી તકો રહેલ છે, ત્યારે આવા ઉદ્યોગો ને યોગ્ય પોલિસી હેઠળ સમાવેશ કરી શકાય છે.
- સાવરકુંડલા અને ધારી ખાતે ખેતીવાડી ના ઓજારો, યંત્રોનું મોટાપાયે ઉત્પાદન થાય છે. જેમા રોજગારી મોટા પ્રમાણમાં મળે છે. લોખંડ ફેબ્રિકેશનના ધંધાના વિકાસ માટે સાવરકુંડલા – ધારી ખાતે G.I.D.C સ્થાપી શકાય. આ વ્યવસાયમાં પ્રદુષણ પણ થતુ નથી અને માનવશ્રમ મહત્વનો રહે છે. એટલે વધુ રોજગારી મળે છે. સાવરકુંડલા ખાતે મંજુર થયેલ જી.આઈ.ડી.સી. નું કામ તાત્કાલિક શરૂ કરવુ જરૂરી છે. લોખંડ ઉદ્યોગ અને કાંટા ઉદ્યોગ માટે આ જી.આઈ.ડી.સી. આશિવૉદ રૂપ સાબિત થશે.
2/4
અમરેલી ખાતે વર્ષો પહેલા G.I.D.C બનેલ છે. જયારે અમરેલી A.P.M.C ખાતે આજુ – બાજુના જિલ્લાઓની ખેત જણસ પણ આવે છે. સીંગદાણા, ઓઈલમીલ, જીનીંગ, મરી – મસાલા પ્રોસેસીંગ, કોલ્ડ સ્ટોરેજ, ડ્રી – હાઈડ્રેશન પ્લાન્ટ વગેરેની સારી સંભાવના છે. તો અમરેલી ખાતે G.I.D,C મંજુર કરવા વિનંતી છે.
પ્રવાસન ક્ષેત્રે વિકાસની તકો :–
અમરેલી જિલ્લો ગીરના જંગલ ને અડીને આવેલો જિલ્લો છે. આજુ – બાજુના જિલ્લામાં પવિત્ર યાત્રાધામો, તિથૅધામો આવેલા છે. તેમજ અમરેલી જિલ્લામાં પણ પવિત્ર યાત્રાધામો, તિથૅધામો છે. ત્યારે ટુરિઝમ સર્કિટ બનાવવામાં આવે તો નાના ફેરીયા થી લઇ હોટેલ ઉદ્યોગ સુધી રોજગારી ની તકો મળી શકે તેમ છે.
૧) બોટાદ જિલ્લાના સારંગપુર હનુમાનજીદાદાના દશૅન કરી પ્રવાસીઓ સોમનાથ, જુનાગઢ, કે દીવ જતા હોય છે અને અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે. ત્યારે લાઠી તાલુકાના ભુરખીયા હનુમાનજી, અમરેલી ફતેપૂર ભોજલધામ, ચલાલા દાનબાપુની જગ્યા, ગળધરા ખોડીયાર મંદિર, આંબરડી લાયન સફારી પાર્કે, ત્યાંથી ગીરના રસ્તે તુલશીશ્યામ થઈને આગળ વધાય છે.
ઉપરોકત ટુરિઝમ સર્કિટના વિકાસ માટે ફોર ટેંક રોડ મજુર કરવા વિનંતી.
ટુરિઝમ સર્કિટમાં આવતા ધાર્મિક સ્થાનોના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા વિનંતી.
- ટુરિઝમ સર્કિટમાં આવતા વિસ્તારમાં કોઈ હોટેલ રીસૉટ બનાવે તો તેને વિજ રાહત, ટેક્ષ રાહત મળી રહે
તેવી પોલિસી વિકાસ માટે બનાવવી જોઇએ.
એગ્રો ટુરિઝમ અને હેરીટેઝ ટુરિઝમ ને પણ પ્રોત્સાહન આપવું જોઈએ.
રાજુલા – જાફરાબાદના ૬૦ કિલો મીટરના દરિયા કિનારે આવેલા શિયાળબેટ ટાપુ, સરકેશ્વર મહાદેવ
બીચનો વિકાસ કરવો જોઈએ.
ગીરના જંગલમાં આવેલા ધાર્મિક સ્થળો કનકાઈ, બાણેજ, તુલશીશ્યામ, જમજીરનો ઘોધ જેવા પયૅટન
સ્થળોમાં રસ્તા, રહેવાની સુવિધા સહિત જરૂરી વિકાસ કરવા જોઈએ.
- ગીરના જંગલને અડીને આવેલા ધારી, ખાંભા, જાફરાબાદ તાલુકાના ગામોમાં ખેડૂતો પોતાના ખેતરમાં
ટૅન્ટ ઉભા કરી પ્રવાસીઓને રહેવાની વ્યવસ્થા, ખેતી જોવાની વ્યવસ્થા કરે તો ખેડૂતોને રોજગારી મળે
આમ એગ્રોટીઝમ અને ફોરેસ્ટને સાથે આવરી લેવામાં આવે તેવી પોલિસી બનાવવાથી ફાયદો થાય.
ગીરના જંગલમાં પ્રવાસીઓના વાહન અથવા રેલ્વેના હિસાબે સિંહ જેવા વન્યપ્રાણીઓના મોતના બનાવો
બન્યા નથી. તો જંગલ માં આવેલા પૌરાણીક ધાર્મિક સ્થાનો માલધારીઓના નેસડાઓ અને વન્ય પ્રકૃતિને
જાણકારી માટે પ્રવાસ વ્યવસ્થાના નવા આયામ ને શરૂ કરવા જોઈએ.
અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકામાં ૯૫ % ઈકો સેન્સેટિવ ઝોનમાં આવે છે. એટલે આ તાલુકાનો
ઉદ્યોગિક વિકાસ શકય નથી. આ તાલુકામાં ટુરિઝમ ક્ષેત્રે આગળ લઈ જવા ખાંભામાં આવેલા મિતિયાળા
વન્ય અભયારણ્યમાં માનવ ભક્ષી દિપડાઓ ને પાંજરે પુરી ટુરીસ્ટ માટે પ્રવાસન કેન્દ્ર બનાવી શકાય તેમ
છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલી વન વિભાગની વિડીમાં માનવ ભક્ષી દિપડાઓને પાંજરે
પુરી ટુરીસ્ટ માટે પ્રવાસન કેન્દ્ર બનાવી શકાય તેમ છે.
Recent Comments