પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહાયની રકમ મા વધારો કરવા તથા બાકી રહેલ આવાસને તાત્કાલિક મંજુર કરવા રજૂઆત કરતા જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ પી.તળાવીયા
દામનગર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહાય ની રકમ મા વધારો કરવા તથા બાકી રહેલ આવાસને તાત્કાલિક મંજુર કરવા રજૂઆત કરતા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જનકભાઈ પી તળાવીયાપ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માં સહાયની રકમ રૂ.૧.૨૦૦૦૦ આપવામાં આવે છે તથા પ્રધાનમંત્રી આવસ યોજના શહેરીમાં સહાયની રકમ રૂ.૩.૫૦૦૦૦ આપવામાં આવે છે તો ગ્રામીણ વિસ્તારના લોકોને આવાસ ની સામાન સામગ્રી લેવા માટે શહેરી વિસ્તારમાં જવું પડતું હોય છે જે ગ્રામીણ અને શહેરી લોકોને એક જ ભાવ માં માલ સામાનની ખરીદી કરવી પડે છે
જેના કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ માટે લોકોને માલસામાન લાવવામાં પણ વધારે ખર્ચો થાય છે શહેરી વિસ્તારમાંથી માલસામાન ખરીદીને વાહન નું ભાડું તેમજ મજૂરી ચૂકવવી પડે છે જેના કારણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માં સહાયની રકમ મા વધારો કરવા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાઠી તાલુકા માં ૨૦૧૭ થી આજ દિન સુધી અંદાજિત ૧૧૩૭ જેટલા ફોર્મ ભરાયેલ છે જેમાંથી ૪૦૦ જેટલા આવાસ મંજુર કરવા જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ પી તળાવિયા દ્વારા પત્ર લખી રજુઆત કરવામાં આવી.
Recent Comments