fbpx
અમરેલી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૧૩મો હપ્તો મેળવવા e-KYCની પ્રક્રિયા કરાવવી ફરજિયાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ખેડૂત ખાતેદારને રુ.૨,૦૦૦નો ૧૩મો હપ્તો આગામી દિવસોમાં ચૂકવવામાં આવશે.  આ યોજના અંતર્ગત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ ૧૩મો અને આગામી તમામ હપ્તાઓની સહાય મેળવવા માટે દરેક લાભાર્થી ખેડૂતે આધાર e-KYC કરાવવું તથા pm kisan યોજનાના લાભાર્થીઓના બેન્ક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજિયાત છે. જે ખેડૂત લાભાર્થીનું e- KYC બાકી હોય કે થયું નહીં હોય તેમના બાકીના હપ્તા જમા થઈ શકશે નહીં.

લાભાર્થી ખેડૂતો મિત્રોએ ૧૩મો હપ્તો તેમજ બાકીના હપ્તા સમયસર બેન્ક ખાતામાં જમા થાય તે માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર  (CS) સેન્ટર ખાતે e-KYC કરાવવા જણાવવામાં આવે છે. ખેડૂતો પોતાની જાતે, જનસેવા કેન્દ્ર, સી.એસ.સી સેન્ટર, ગ્રામ પંચાયતના VCE (કોમ્પ્યુટર ઓપરેટર) પાસેથી પણ e-KYC કરાવી શકે છે. 

આ સિવાય પણ e-KYC માટે એમ. કિસાન પોર્ટલ પર e-KYC કરવા માટે મોબાઇલમાં  http://pmkisan.gov.in  પોર્ટલ પર Framer Corner માં આપેલ ઓપ્શન e-kyc પર ક્લિક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobile OTP પર ક્લિક કરવાનું થાય છે. ત્યાર બાદ મોબાઈલ OTP દાખલ કરી Get Adhar OTP પર ક્લિક કરવું જેથી, આધારકાર્ડ સાથે જે મોબાઇલ લિન્ક હશે તે નંબર પર Aadhar OTP આવશે. Aadhar Registered Mobile OTP દાખલ કરી Submit for Auth બટન પર ક્લિક કરતાં e-KYC is successfully submitted “ડિસ્પ્લે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે.

ખેડૂતોએ આ e-KYCની પ્રક્રિયા આગામી તા.૩૧ ડિસેમ્બર સુધીમાં કરાવવી ફરજિયાત છે. જે ખેડૂતોએ આ પ્રક્રિયા નહીં કરાવી હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. વધુમાં જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ ન હોય તો આપની નજીકના પોસ્ટ ઓફિસેથી આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવો જરુરી છે, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts