અમરેલી

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આઈ.સી.ડી.એસ વિભાગ સહિતની યોજનાઓના લાભ લાભાર્થી સુધી પહોંચ્યા

વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી ઉપરાંત વિકાસ યાત્રામાં છેવાડાના અંતિમ માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ છે. અમરેલી તાલુકાના વડેરા અને રંગપુર મુકામે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.  સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર તેમજ વિગતે વિવિધ યોજનાકીય માહિતી લોકોને આપવામાં આવી હતી. 

     વડેરા અને રંગપુર મુકામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાપ્રધાનમંત્રી આવાસ યોજનાઆઈ.સી.ડી.એસ સહિતની યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ઉપરાંત મેરી કહાની-મેરી ઝુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ)પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.  ઉપરાંત  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પ સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોએ નિહાળ્યોસાંભળ્યો હતો.

       રંગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ કેપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરેન્ટી વાળો રથ ગામે ગામ કેન્દ્રની યોજનાઓના લાભ પહોંચાડી રહ્યો છેઆયુષ્માન કાર્ડ થકી લોકોની આરોગ્ય સુરક્ષા મજબૂત બની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કેકેન્દ્ર સરકારની યોજનાઓ થકી છેવાડાના વંચિત અને ગરીબ લોકોનું સશક્તિકરણ થઈ રહ્યું છે અને તેમના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. વડેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિનો સંદેશો આપતું નાટક ધરતી કરે પુકાર‘ ની અર્થસભર પ્રસ્તુતી કરવામાં આવી હતી.  ઉપરાંત કૃષિ ડ્રોન દ્વારા દવાના છંટકાવનું નિદર્શન પણ આ તકે કરવામાં આવ્યું હતું.

    વડેરા અને રંગપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીવિવિધ સમિતિના સભ્યોગામના સરપંચશ્રીમામલતદારશ્રીતાલુકા વિકાસ અધિકારીશ્રીવિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts