fbpx
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીનું ગીત શેયર કર્યું

અમદાવાદઅયોધ્યાના રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી હવે નજીક આવી રહી છે. ત્યારે હવે દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીના રામભકિત ગીતને સોશિયલ મીડિયામા શેર કર્યુ છે. લોકગાયિકા ગીતા રબારીનું ‘શ્રીરામ ઘર આયેંગે’ ગીત પીએમ મોદીએ શેર કર્યુ છે. સાથે જ પ્રધાનમંત્રીએ તેમના આ ગીતના વખાણ પણ કર્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગાયિકા ગીતા રબારીના ભગવાન રામ અને અયોધ્યા પર આધારિત તેમના ભજન ‘શ્રી રામ ઘર આયે’ માટે પ્રશંસા કરી. પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામ લલ્લાના આગમનની પ્રતીક્ષાનો અંત આવવાનો છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. અયોધ્યામાં. ગીતાબેન રબારીજીનું સ્વાગત કરવા માટેનું આ ભજન ખૂબ જ ભાવુક છે.

Follow Me:

Related Posts