fbpx
અમરેલી

પ્રધાનમંત્રી ના ૭૩ માં જન્મદીને વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા સર્વરોગ રક્તદાન મહાયજ્ઞ સહિત અનેક વિધ સેવાયજ્ઞ 

અમદાવાદ શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા સેવાયજ્ઞ યોજાયો  વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિન પ્રસંગે શ્રી કામેશ્વર મહાદેવ,અંકુર રોડ,નારણપુરા ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ,સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સેવા કાર્ય તથા વિશ્વ શાંતિ અને તેઓશ્રીના સારા સ્વાસ્થ્ય,દિર્ઘાયુષ માટે પાંચ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

શ્રી કામેશ્વર મહાદેવ તથા મોતીરામ વિઠ્ઠલદાસ સાર્વજનિક ટ્રસ્ટ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,નોર્થ,નારણપુરા અને ભારતીય જનતા પાર્ટી નારણપુરા વિધાનસભા,શ્રી મોઢ મોદી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જેમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન દિપ પ્રાગટ્ય દ્વારા સાસંદ રાજ્ય સભા શ્રીનરહરિભાઈ અમીને કર્યું હતું જ્યારે મા.શ્રીજીતુભાઈ પટેલ (ભગત)ધારાસભ્ય નારણપુરા વિધાનસભા- મહામંત્રીશ્રી અમદાવાદ શહેર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નારણપુરા,સ્ટેડિયમ,નવા વાડજ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ,અમદાવાદ શહેરના હોદ્દેદારો,કામેશ્વર મહાદેવના ટ્રસ્ટીશ્રીઓ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબના હોદ્દેદારો મેડિકલ કેમ્પ તથા ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા સદર વિવિધ આરોગ્યલક્ષી મેડિકલ સેવાઓનો જનતા જનાર્દન મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Follow Me:

Related Posts