પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નીરજ આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના સાકાર કરવા અને ભારતને ગૌરવ અપાવવા માટે પ્રેરિત કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુંઃ- “નીરજ ચોપરા ઉત્કૃષ્ટતાનું સાક્ષાત ઉદાહરણ છે! તેમણે વારંવાર પોતાની પ્રતિભા દેખાડી છે. ભારતને ખુશી છે કે તે ફરી એકવખત ઓલિમ્પિકમાં સફળ રહ્યો છે. સિલ્વર જીતવા બદલ તેમને અભિનંદન. તે અસંખ્ય આવનારા એથ્લેટ્સને પોતાના સપનાને પૂરાં કરવા અને આપણાં દેશને ગૌરવાન્વિત કરવા માટે પ્રેરિત કરતા રહેશે. જ્રદ્ગીીટ્ઠિદ્ઘ_ષ્ઠર્રॅટ્ઠિ૧”
પ્રધાનમંત્રી મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન આપ્યા


















Recent Comments