પ્રધાનમંત્રી મોદીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ૩૩ મેડલ જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ ૨૦૨૫માં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે. ભારતીય ટુકડીએ ૩૩ મેડલ જીતીને દેશને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે.
શ્રી મોદી આજે સંસદમાં રમતવીરોને મળ્યા અને તેમના સમર્પણ અને સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા.
પ્રધાનમંત્રીએ ઠ પર લખ્યું:- “મને આપણા રમતવીરો પર ખૂબ ગર્વ છે જેમણે ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે! આપણી અદ્ભુત ટુકડીએ ૩૩ મેડલ જીત્યા છે.
સંસદમાં ટુકડીને મળ્યો અને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા હતા.
Recent Comments