પ્રધાનમંત્રી મોદીના ભાઈ પ્રહલાદ મોદી કિડની સંબંધિત સારવાર હેઠળ ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કિડની સંબંધિત બિમારી બાદ તેમને અહીં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રહલાદ મોદી પીએમ નરેન્દ્ર મોદી કરતા નાના છે. ૫ ભાઈ-બહેનોમાં તે ચોથા નંબરે છે. તેઓ પીએમ મોદી કરતા ૨ વર્ષ નાના છે. પ્રહલાદ મોદીની અમદાવાદમાં કરિયાણાની દુકાન છે અને તેમનો ટાયરનો શોરૂમ પણ છે. આ પહેલા પ્રહલાદ મોદી ૨૦૧૮માં ચર્ચામાં આવ્યા હતા.
ત્યારે ગુજરાત ફેર પ્રાઈસ શોપ અને કેરોસીન લાયસન્સ ધારકનો ગ્રાહકો સાથેનો વિવાદ ઉકેલાઈ રહ્યો ન હતો, જેના કારણે પ્રહલાદ મોદીએ હડતાળની જાહેરાત કરી હતી. તે સમયે તેઓ ગુજરાત ફેર પ્રાઈસ શોપ ઓનર્સના પ્રમુખ હતા. પીએમ મોદીના ૫ ભાઈ-બહેન છે. તેને એક બહેન અને ૪ ભાઈઓ છે. સોમા મોદી, અમૃત મોદી, નરેન્દ્ર મોદી, પ્રહલાદ મોદી, પંકજ મોદી અને એક બહેન વાસંતી મોદી. પીએમના મોટા ભાઈનું નામ સોમા મોદી છે. તેઓ આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયા છે અને અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે. પીએમ મોદીના બીજા ભાઈનું નામ અમૃત મોદી છે.
તે એક ખાનગી કંપનીમાં લેથ મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. નિવૃત્તિ બાદ હવે તેઓ અમદાવાદમાં ચાર રૂમના મકાનમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેમની પત્ની ચંદ્રકાંત બેન ગૃહિણી છે. તેનો ૪૭ વર્ષનો પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. નરેન્દ્ર મોદીએ પોતાનું પારિવારિક જીવન છોડીને સમાજ અને દેશની સેવા કરવાનું શરૂ કર્યું. પ્રહલાદ મોદી નરેન્દ્ર મોદી કરતા નાના છે અને ચોથા નંબર પર છે. પીએમ મોદીના સૌથી નાના ભાઈનું નામ પંકજ મોદી છે.
તેઓ ગાંધીનગરમાં રહે છે અને તેમની પત્નીનું નામ સીતાબેન છે. પંકજ મોદી માહિતી ખાતામાં નોકરી કરતા હતા. પીએમ મોદીની માતા તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે રહેતી હતી. પીએમ મોદીની બહેન ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. તે ગૃહિણી છે. તેમના પતિનું નામ હસમુખ ભાઈ છે. તે ન્ૈંઝ્ર એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરે છે.
Recent Comments