પ્રધાનમંત્રી મોદીનો વિપક્ષ પર આકરો પ્રહાર, ‘ભ્રષ્ટાચારમાં સામેલ તમામ ચહેરા એકસાથે મંચ પર આવી રહ્યા છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર પ્રહાર કરતા મંગળવારે કહ્યુ હતુ કે, ‘ભ્રષ્ટાચારમાં ભેળવાયેલા નેતા એકસાથે એક મંચ પર આવી રહ્યા છે અને કેટલાક પક્ષોએ સાથે મળી ભ્રષ્ટાચારી બચાઓ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયના વિસ્તારમાં લોકાર્પણ કર્યા પછી તેના સંબોધનમાં મોદીએ કહ્યુ કે, આખા વિશ્વમાં આજે જ્યારે હિંદુસ્તાનનો ડંકો વાગી રહ્યો છે તો દેશમાં અને દેશ બહાર બેસેલી ‘ભારત વિરોધ શક્તિ’ઓ એકજૂથ થાય તે સ્વાભાવિક છે. તેમણે કહ્યુ કે, ‘આ શક્તિઓ કોઈપણ રીતે ભારતના વિકાસનો એક આખો ખંડ છીનવી લેવા માગે છે.’
તેમણે કહ્યુ કે, આજે ભારતનું સામર્થ્ય જાે ફરી બુલંદીઓ તરફ જઈ રહ્યુ છે, તો તેની પાછ એક મજબૂત પાયો છે, જે તેની સંવૈધાનિક સંસ્થાઓમાં છે. તેમણે કહ્યુ હતુ કે, ‘તેથી જ આજે ભારતને રોકવા માટે આપણા પાયા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સંવૈધાનિક સંસ્થાઓ પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. તેને બદનામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમની વિશ્વસનીયતા પૂરી કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યુ છે કે, ભ્રષ્ટાતારમાં ભેળવાયેલા લોકો પર જ્યારે એજન્સી કાર્યવાહી કરે છે તો એજન્સી પર હુમલો કરવામાં આવે છે અને જ્યારે અદાલત કોઈ ચુકાદો આપે છે તો તેના પર પણ સવાલ કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે, ‘ન્યાયિક પ્રણાલી પર હુમલા થાય છે.
તમે બધા જાેઈ શકો છો કે, કેટલાક પક્ષો સાથે મળીને ભ્રષ્ટાચારી બચાઓ અભિયાન ચલાવી રહ્યા છે. આજે ભ્રષ્ટાચારમાં ભેળવાયેલા જેટલા પણ ચહેરા છે, તે બધા એકસાથે એક મંચ પર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આખો દેશ જાેઈ રહ્યો છે અને સમજે પણ છે. તેમણે કહ્યુ કે, ‘ભ્રષ્ટાચારે આપણા દેશને બહુ નુકસાન પહોંચાડ્યું છે અને તેને ઉધઈની જેમ ખોખલું બનાવી નાંખ્યું છે.’
ઉલ્લેખનીય છે કે, સંસદના બજેટ સત્ર દરમિયાન બીજા તબક્કામાં પહેલા દિવસે બંને સદનમાં હોબાળો મચાવ્યો હતો અને અવરોધની સ્થિતિ પેદા થઈ હતી. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ બનાવવાની માગ કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નીચલા ગૃહના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ કોંગ્રેસનો વિરોધ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના આવા પ્રદર્શનમાં તેને અન્ય વિપક્ષી દળોનું સમર્થન પણ મળ્યું છે.
Recent Comments