fbpx
અમરેલી

પ્રધાનમંત્રી રાહત કોષ માથી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા . ૩.૦૦ લાખ મજુર કરાવતા સાંસદ નારણભાઈ કાછડીયા દર્દીના પિતા અને પતિએ પ્રધાનમંત્રી અને સાસદનો આભાર વ્યકત કર્યો

પ્રધાનમંત્રી રાહત કોષ માથી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા . ૩.૦૦ લાખ મજુર કરાવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દર્દીના પિતા અને પતિએ પ્રધાનમંત્રીશ્રી અને સાસદશ્રીનો આભાર વ્યકત કર્યો અમરેલી સસદીય મત વિસ્તારના બાબરા તાલુકાના અમરાપરા ગામના રહીશ શ્રી કાંતિભાઈ જાદવભાઈ ખોખરીયાના સપુત્રિ શ્રીમતિ ક્રિષ્નાબેન યાજ્ઞીકભાઈ પાચાણી હાલ સુરત ખાતે સાસરે હોઈ , તેઓની બને કીડની ફેલ થઈ જતા તેમના પિતાશ્રીએ કીડની આપવા માટેનુ નકકી કરતા ક્રિષ્નાબેનને આલીંગ હોસ્પિટલ , મેમનગર , અમદાવાદ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ હતા . પરંતુ ક્રિષ્નાબેનની આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખચૅ પરવડી શકે તેમ ન હતા . જેથી કાતિભાઈએ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાસદશ્રીએ તાત્કાલીક તા . ૧૪ / ૧૨ / ૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સહાય માટે ભલામણ કરતા માન . પ્રધાનમંત્રીશ્રી તરફથી તા . ૨૧ / ૦૧ / ૨૦૨૧ ના રોજ પી.એમ. રીલીફ ફંડ માથી રૂા . ૩,૦૦,૦૦૦ / – ( અંકે રૂા . ત્રણ લાખ પુરા ) મજુર કરવામાં આવતા શ્રી કાંતિભાઈ જાદવ અને શ્રી યાજ્ઞિકભાઈ પાચાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કરેલ છે .

Follow Me:

Related Posts