ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાએ આજે કોરોનાની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લાના સંકલનના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખસ સુશ્રી રેખાબેન મોવલિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
સંકલનના અધિકારીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અગાઉની બેઠકમાં જિલ્લાની કોરોનાની પરિસ્થિતિની આંકડાકીય માહિતી ચકાસતા લાગે છે કે વહીવટી તંત્ર આવનારા દિવસો માટે સુસજ્જ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રાજ્ય સરકારના દિશા-નિર્દેશોનો ચુસ્તપણે અમલ થાય એ જરૂરી છે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા બાદ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments