પ્રભારી મંત્રી ધમેૅન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા આયોજનની બેઠકમાં વિકાસના કામો અને વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરતા અમરેલીના સાંસદ
આજ રોજ અમરેલી જીલ્લાના પ્રભારી મંત્રી શ્રી ધમેૅન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા આયોજન મંડળની બેઠકમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જીલ્લાના વિકાસના કામો અને વિવિધ પ્રશ્નો અંગે અસરકારક રજૂઆત કરેલ હતી.
સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ, જીલ્લા આયોજન માંથી સાવરકુંડલા તાલુકાના નવાગામ (જાંબુડા) ખાતે નવી વસાહત (દલિત વિસ્તાર) ના રસ્તે વોંકળા ઉપર નાનો પુલ અને અમરેલી તાલુકાના ચકકરગઢ ગામે દલિત વિસ્તારને જોડતા રસ્તે કોઝવે મંજુર કરવા તથા ડી.એમ.એફ. યોજના અંતગૅત આંબરડી અને છાપરી ગામમાં મંજુર થયેલ કામોમાં ફેરફારને તાત્કાલીક મંજુરી આપવા સાંસદશ્રીએ રજૂઆત કરેલ હતી.
ઉપરાંત તાલુકા આયોજન યોજના હેઠળ વષૅ ર૦૧૮–૧૯ માં જીલ્લામાં મંજુર થયેલ કામો પૈકી પ કામો, ર૦૧૯–ર૦ માં મંજુર થયેલ કામો પૈકી ૧ર કામો તથા એ.ટી.વી.ટી. યોજના હેઠળ વષૅ ર૦૧૮–૧૯માં જીલ્લામાં મંજુર થયેલ કામો પૈકી ૧૯ કામો અને ર૦૧૯–ર૦ માં મંજુર થયેલ કામો પૈકી હજુ ૩૧ કામો ચાલુ થયેલ ન હોવાનું સાંસદશ્રીને ધ્યાને આવતા સાંસદશ્રીએ આ કામો સત્વરે પુણૅ થાય તે માટે અલગ થી રીવ્યુ બેઠક બોલાવી ફોલોઅપ લેવા પણ અધિકારીઓનો તાકીદ કરેલ હતી.
સાંસદશ્રીએ વધુમાં રજૂઆત કરતા જણાવેલ હતુ કે, આગામી ૩૦ જુન ખેડૂતો માટે ધિરાણ નવા જુનુ કરવાની છેલ્લી તારીખ છે પરંતુ કખય અને બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા ખેડૂતોને સમયસર નાણાં ન આપવા અને ખેડૂતો સાથે ગેરવ્યાજબી વતૅન થતું હોવાની અનેક ફરીયાદો મળેલ છે તથા તાઉતે વાવાઝોડા બાદ રાજય સરકાર તરફથી અસરગ્રતો માટે સહાયના નાણાં તાત્કાલીક આપી દેવામાં આવેલ છે પરંતુ પેધી ગયેલ બેંક અધિકારીઓની આળસને લીધે હજુ સુધી અસરગ્રસ્તોના ખાતામાં સહાય જમા થયેલ નથી. તેથી આ અંગે કલેકટરશ્રી અંગત રસ લઈ લીડબેંકના હનો અને બેંકના અધિક’ત અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી તેઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે.
હાલ વાવાઝોડા બાદ લાઈટ, સવૅર અને નેટવકૅ ઈશ્યુને લીધે ઘણા ખેડૂતોને ચણા ખરીદી અંગેનો મેસેજ મળ્યો નથી. જેના લીધે ખેડૂતો યાડૅમાં ચણા વેચી શકતા નથી ત્યારે આવા કિસ્સામાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ખેડૂતોના ચણાની ખરીદી થાય તે માટે પણ સાંસદશ્રીએ પ્રભારી મંત્રીશ્રીને જીલ્લા આયોજનની બેઠકમાં અસરકારક રજૂઆત કરેલ હતી.
પ્રાપ્ત વિગતોનુસાર એક તરફ સાવરકુંડલા–લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત વાવાઝોડા બાદ પીજીવીસીએલની કામગીરીની વિરૂધ્ધમાં નીવેદનો કરી રહયા છે ત્યારે બીજી તરફ જીલ્લા આયોજનની બેઠકમાં ઉપસ્થિત રહેલ લાઠી–બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે પીજીવીએલની કામગીરીની ખુબ જ પ્રશંસા કરેલ હતી અને ઝડપી કામગીરી કરવા બદલ પીજીવસીએલના અધિકારીઓને અભિંનદન પાઠવેલ હતા ત્યારે એક જ પક્ષના બંને ધારસભ્યોના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો હતો.
Recent Comments