જીલ્લા ભાજપ પ્રમખ કૌશિકભાઈ વેકરીયા, સંસ્થા પ્રમુખ મુકેશભાઈ સંઘાણીના માર્ગદર્શન તળે શહેરના વિવિધ વિસ્તારોમાં સરાહનીય આયોજન
આજરોજ સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા અમરેલી શહેરના દરેક વિસ્તારમાં કોરોના સંક્રમણથી શહેરી જનોને સુરક્ષીત રાખવા મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરેલ હતુ. સાથોસાથ રસીકરણ માટે લોકો પ્રોત્સાહીત બને તે માટેની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલ રસીકરણ કેમ્પની મુલાકાતે પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી ગુરૂકૃપા બાલમંદિર, સરદાર ચોક, ખેડુત તાલીમ કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત કરી લોકોને રસીકરણ લેવા બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને સાથે સારહિ યુથ કલબ અને નગર સેવકની એકી સાથે આટલા મોટા પ્રમાણમાં એક સાથે કેમ્પ કરવા બદલ અભિનંદન પાઠવેલ હતા
સાથે દહગય ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી, જીલ્લાના સંઘના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, રાજેશભાઈ કાબરીયા, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, નગરપાલિકાનના પ્રમુખ મનીષાબેન રામાણી, નગરપાલિકા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, કેમ્પ ઈન્ચાર્જ ભગીરથ ત્રિવેદી, ધીરૂભાઈ વાળા, નગર સેવક કાળુભાઈ પાનસુરીયા, ચિરાગભાઈ ચાવડા, ચિરાગભાઈ ત્રિવેદી, બિપીનભાઈ લીંબાણી, અલ્કાબેન ગોંડલીયા, ચંદુભાઈ રામાણી, નિકુબેન પંડયા, અશ્વિનભાઈ વાઢેર, તુષારભાઈ વાણી, કમલેશભાઈ કોરાટ, ચંદુભાઈ ધાનાણી, પરેશભાઈ વાઢેર, ચિરાગ કાબરીયા, કૌશિક રામાણી આ તકે ઉપસ્થિત રહયા હતા
Recent Comments