ભાવનગર

પ્રભારી સચિવશ્રી સ્વરૂપ પી.નાં અધ્યક્ષ સ્થાને વર્ચ્યૂઅલ માધ્યમથી સમીક્ષા બેઠક મળી

ભાવનગર જિલ્લાનાં પ્રભારી સચિવશ્રી સ્વરૂપ પી. નાં અધ્યક્ષ સ્થાને આજે વર્ચ્યૂઅલ માધ્યમ થકી જિલ્લાનાં અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

 આ બેઠકમાં સચીવશ્રીએ નાગરીકોને પુરી પાડવામાં આવતી સેવાઓ અંગે ડીસ્ટ્રીક્ટ એક્શન પ્લાન, વેક્સિનેશનની કામગીરી અંગે ચર્ચા, ચોમાસાને લગતી કામગીરીઓ, “મનરેગા”ને લગતાં કામો, આંગણવાડીઓને લગતી કામગીરી અને રેવન્યુ કામગીરી અંગે ચર્ચાઓ કરી જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેટરશ્રી યોગેશ નિરગૂડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીશ્રીના નિયામકશ્રી ધર્મેશ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મેડિકલ ઓફિસરશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી,  મામલતદારશ્રીઓ કલેક્ટર કચેરીનાં વિડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી તેમજ અન્ય તમામ અધિકારીશ્રીઓ પોતાની કચેરીએથી ઓનલાઇન વર્ચ્યૂઅલ માધ્યમથી બેઠકમાં જોડાયા  હતાં.    

Related Posts