fbpx
બોલિવૂડ

પ્રભાસની આગામી ફિલ્મ રાધેશ્યામનું ટ્રેલર રિલીઝ થયું

પ્રભાસની ‘રાધેશ્યામ’ ફિલ્મ મકરસંક્રાંતિના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. તમિલ તેલુગુ ઉપરાંત કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં ચાહકોને પૂજા હેગડે અને પ્રભાસની રોમેન્ટિક જાેડી જાેવા મળશે.પ્રભાસના ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે. આખરે પ્રભાસની આગામી ફિલ્મ ‘રાધેશ્યામ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને લગતા ઘણા પોસ્ટર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યા છે. ત્યારે હવે ટ્રેલર રિલીઝ થતા દર્શકોની ઉત્સુકતા વધારે વધી છે. હૈદરાબાદમાં એક ગ્રાન્ડ ઈવેન્ટમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસનો અલગ અંદાજ જાેવા મળી રહ્યો છે

. આ ફિલ્મનું ટ્રેલર હાલ છવાઈ ગયુ છે.આ ફિલ્મના ટ્રેલરમાં એક્ટર પ્રભાસ જ્યોતિષની ભૂમિકામાં જાેવા મળી રહ્યો છે અને તે પૂજા હેગડેના પ્રેમમાં છે. આ ફિલ્મના દરેક લોકેશન ખુબ શાનદાર જાેવા મળી રહ્યા છે. ટ્રેલરની શરૂઆત એક લવ સ્ટોરીથી થાય છે અને ટ્રેલરનો અંત દુઃખદ રીતે થાય છે. પ્રભાસનુ આ ફિલ્મમાં નામ વિક્રમાદિત્યના છે. આ ફિલ્મમાં ઉત્તમ ફહ્લઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પહેલા પ્રભાસે પોસ્ટ કરીને લખ્યું હતુ કે ‘રાધેશ્યામ’ની અદ્ભુત દુનિયા તમારા બધા સાથે શેર કરવા માટે હું રાહ જાેઈ શકતો નથી. આજે અમે ટ્રેલર સાથે આ ફિલ્મનો એક નજારો તમારી સાથે શેર કરીશુ.ઉલ્લેખનીય છે કે, ફિલ્મના નિર્માતાઓએ આ ટ્રેલર લોન્ચિંગને વધુ ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. હૈદરાબાદમાં યોજાયેલા ગ્રાન્ડ ઈવેન્ટમાં આ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts