બાહુબલિ જેવો કમાલ પ્રભાસની છેલ્લી બે ફિલ્મ કરી શકી નથી. સાહો અને રાધેશ્યામ ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી છે, પરંતુ પ્રભાસની ડીમાન્ડ યથાવત છે. બંને ફ્લોપ ફિલ્મોની ખોટ પૂરી શકે તેવા પ્રોજેક્ટ લાઈનઅપ થયેલા છે. પ્રભાસ પાસે આદિપુરુષ, સ્પિરિટ અને સાલાર છે. આ પૈકી સાલારમાં પ્રભાસની સાથે લીડ રોલમાં કરીના કપૂર ફાઈનલ થઈ હોવાના રિપોર્ટ્સ છે. ફિલ્મ સાઈન કરતા પહેલા કરીના કપૂરની એક શરત હોય છે અને તે માત્ર એ ગ્રેડ સ્ટાર હોય તો જ ફિલ્મ મેકર સાથે વાતચીત કરે છે. કરીનાએ સ્પિરિટમાં કામ કરવાની હા પાડી હોય તો તેનો સીધો મતલબ એ થયો કે બોલિવૂડ સ્ટાર તરીકે પ્રભાસની ગણતરી થવા માંડી છે. હવે, પ્રભાસની ઈમેજ સાઉથના સ્ટાર સુધી મર્યાદિત રહી નથી. રિપોર્ટ્સ મુજબ, સ્પિરિટ માટે કરીનાએ ૧૭ કરોડની ફી નક્કી કરી છે. ફિલ્મને પાન ઈન્ડિયા રિલિઝ કરવાનો પ્લાન છે. કબીર સિંહ ફેમ ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીઆ ફિલ્મ બનાવી રહ્યા છે અને તેથી તેના માટે હાઈપ વધારે છે. સ્પિરિટ માટે અગાઉ રશ્મિકા મંદાના અને કિયારા અડવાણી સાથે પણ વાત થઈ હતી. સંદીપ વાંગા રેડ્ડી કિયારા સાથે કબીરસિંહમાં કામ કરી ચૂક્યા છે. જ્યારે, રશ્મિકા સાથે તેઓ એનિમલ બનાવી રહ્યા છે. જેના કારણે આ બેમાંથી કોઈ એકની પસંદગી થવાની શક્યતા હતી. જાે કે કરીના કપૂરે આ બંનેને પછડાટ આપીને ૩૦૦ કરોડની ફિલ્મ મેળવી લીધી છે.
પ્રભાસની ‘સ્પિરિટ’માં કરીના કપૂરનું ગ્લેમર

Recent Comments