fbpx
બોલિવૂડ

પ્રભાસની ‘સ્પિરિટ’ ફિલ્મને સંદીપ રેડ્ડી ડિરેક્ટ કરશે

બાહુબલી ફેમ પ્રભાસે ફાઈનલી પોતાની ૨૫મી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં પ્રભાસે જણાવ્યું કે, તેની ૨૫મી ફિલ્મ કબીરસિંહ ફેમ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે હશે. જેને ટી સિરીઝ પ્રમુખ ભૂષણકુમાર પ્રોડયૂસ કરશે. હવે મેકર્સે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધી છે. ટી- સિરીઝ અને ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા પ્રોડયૂસ થનારી પ્રભાસની ૨૫મી ફિલ્મનું નામ ‘સ્પિરિટ’ હશે.

આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, જાપાની, ચીની અને કોરિયન ભાષા સહિત ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ મારી ૨૫મી ફિલ્મ છે. જેની સ્ટોરી ખૂબ જ રસસ્પદ છે જે મારા ફેન્સ માટે એક વિશેષ ફિલ્મ બનશે. ભૂષણકુમાર સાથે કામ કરવું હંમેશાં એક શુકુન આપનારું રહ્યું છે અને તે અમારા સૌથી સારા પ્રોડયૂસર પૈકી એક છે. સંદીપ દરેક માટે એક ડ્રીમ ડાયરેક્ટર છે અને હવે સ્પિરિટ દ્વારા મને આ પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે જાેડાવાની તક મળી છે. સ્પિરિટ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ ઉત્સાહી છું કેમ કે મારા ફેન્સ ઘણા લાંબા સમયથી મારી અનોખી ફિલ્મની રાહ જાેઈ રહ્યાં છે.

Follow Me:

Related Posts