પ્રભાસ અને શ્રૃતિ હાસને સાલાર ફિલ્મ માટે મસમોટી ફી વસુલી
સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને શ્રુતિ હાસનની અપકમિંગ ફિલ્મ સાલારને લઈ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મે કરોડોના ખર્ચે બનનારી ફિલ્મ બની છે. સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર સાલાર માટે પ્રભાસે ૧૦૦ કરોડની ફી લીધી છે અને ફિલ્મના પ્રોફિટનો ૧૦ ટકા ભાગ પણ લીધો છે.. સાલાર ફિલ્મ જાેવા મળનારી કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને આ ફિલ્મ માટે ૮ કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. શ્રુતિ આ ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે જાેવા મળશે. પૃથ્વીરાજ સુકુરમાનનું ફિલ્મનું પાત્ર વર્ધારાજ મન્નાર છે.
તેનો લુક અલગ જ છે. ગળામાં ભારે ભરખમ ચોકર પહેર્યો છે. પૃથ્વીરાજનો લુક ડરાવી દેનાર છે. આ ફિલ્મ માટે પૃથ્વીરાજે ૪ કરોડ રુપિયાની ફી લીધી છે.. જગપતિ બાબુ સાઉથ ઈન્ડિયન સિનેમામાં એક મોટું નામ છે. તેમણે અનેક ફિલ્મોમાં શાનદાર રોલ પ્લે કર્યો છે. ફિલ્મ સાલાર માટે તેમણે કરોડો રુપિયા મળ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પ્રશાંત નીલે ફિલ્મ ‘દ્ભય્હ્લ’ પછી પોતાની ફી વધારી દીધી છે. પ્રશાંતે ‘દ્ભય્હ્લ’ માટે લગભગ ૨૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ‘દ્ભય્હ્લ’ ડિરેક્ટરે આ ફિલ્મ માટે ૫૦ કરોડ રૂપિયાની ફી લીધી છે.
Recent Comments