fbpx
બોલિવૂડ

પ્રભાસ શ્રીરામ બાદ હવે ફિલ્મ ‘કન્નપ્પા’માં ભગવાન મહાદેવની ભૂમિકામાં જાેવા મળશે

બાહુબલી ફિલ્મને મળેલી સફળતા બાદ પ્રભાસ દેશભરમાં જાણીતો ચહેરો બની ગયો છે. વર્તમાન સમયે તે પ્રોજેક્ટ કલ્કિ ૨૮૯૮ છડ્ઢ અને સાલારને લઈને ચર્ચામાં છે. થોડા મહિના પહેલાં આવેલી આદિપુરુષ ફિલ્મની ટીકાઓ થયા બાદ પણ પ્રભાસ પર ઘણા ચાહકોને વિશ્વાસ છે. તેની આગામી ફિલ્મો બાબતે ઘણી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે. આ દરમિયાન તેની વધુ એક ફિલ્મની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં તે ભગવાન શિવની ભૂમિકામાં જાેવા મળશે. ‘આદિપુરુષ’માં તેણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે આગામી ફિલ્મમાં તે ભગવાન શિવની ભૂમિકામાં જાેવા મળવાનો હોવાના અહેવાલો સામે આવતા ચાહકોને ચિંતા છે કે, આ ફિલ્મની હાલત ક્યાંક આદિપુરુષ ફિલ્મ જેવી ન થાય.

પ્રભાસની આ ફિલ્મનું નામ ‘કન્નપ્પા- અ ટ્રૂ એપિક ઇન્ડિયન ટેઈલ’ છે. જેમાં તેલુગુ સ્ટાર વિષ્ણુ માંચુ પણ જાેવા મળશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફિલ્મમાં કૃતિ સેનનની બહેન નૂપુર સેનન પણ જાેવા મળશે. ટ્રેડ એનાલિસ્ટ્‌સ અને ફિલ્મ ક્રિટિક્સ મનોબાલા વી અને રમેશ બાલાએ એક્સ (ટિ્‌વટર) પર આ પ્રોજેક્ટ અંગે માહિતી આપી છે. રમેશ બાલાએ પ્રભાસ અને વિષ્ણુ માંચુની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, “વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘રીબેલ’ સ્ટાર પ્રભાસ આગામી સમયમાં વિષ્ણુ માંચુના ડ્રીમ પ્રોજેક્ટ ‘કન્નપ્પા – અ ટ્રૂ એપિક ઇન્ડિયન ટેઈલ’માં મુખ્ય ભૂમિકા ભજવશે. વિષ્ણુ માંચુએ રમેશ બાલાની પોસ્ટને રીપોસ્ટ કરીને આ અહેવાલની પુષ્ટિ કરી હતી. તેમને કેપ્શન આપ્યું હતું કે, હર હર મહાદેવ, કન્નપ્પા.

જાે આ ફિલ્મ બનશે તો પ્રભાસ ત્રીજી વખત ભગવાનના રોલમાં જાેવા મળશે. પ્રભાસે આદિપુરુષ ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. તેની આગામી ફિલ્મ કલ્કિ ૨૮૯૮ છડ્ઢમાં તેનો રોલ ભગવાન વિષ્ણુ પર આધારીત છે. હવે તે ભગવાન શિવના રોલમાં જાેવા મળી શકે છે. ‘કન્નપ્પા- અ ટ્રૂ એપિક ઇન્ડિયન ટેઈલ’ને મુકેશ કુમાર સિંહ ડાયરેક્ટ કરવાના છે. તેઓ મહાભારતમ ટીવી સીરીઝને ડાયરેક્ટ કરી ચૂક્યા છે. બીજી તરફ પ્રભાસ હવે કેજીએફના ડિરેક્ટર પ્રશાંત નીલ દિગ્દર્શિત “સાલાર”માં જાેવા મળશે. આ ઉપરાંત ‘કલ્કી ૨૮૨૯ છડ્ઢ’માં તે લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને રાણા દગ્ગુબાતી પણ છે.

Follow Me:

Related Posts