પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલાર’ની રિલીઝ પોસ્ટપોન કરવાનો ર્નિણય લેવાયો
પ્રભાસની આગામી ફિલ્મ સાલારની રિલીઝ પહેલાં જ તેના ટ્રેલરે ઉત્સુકતા જગાવી છે. આ ફિલ્મને ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો પ્લાન હતો. શાહરૂખ ખાનની જવાન ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મની રિલીઝ વચ્ચે ત્રણ વીકનો સમય હોવા છતાં જવાનની સામે સીધી ટક્કરનું જાેખમ ઊભુ થયુ હતું. જેના પગલે પ્રભાસની ફિલ્મને પોસ્ટપોન કરવાનો ર્નિણય લેવાયો છે. પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી સાલારની નવી રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી, પરંતુ તેને ડિસેમ્બર અથવા જાન્યુઆરી ૨૦૨૪માં રિલીઝ કરાય તેવી શક્યતા છે.
જવાનની જેમ સાલારનું પણ યુએસમાં એડવાન્સ બુકિંગ શરૂ થયું હતું. રિલીઝને મહિનો બાકી હોવા છતાં તેની ૧૪.૫ હજાર ટિકિટ્સ બુક થઈ હતી. જાે કે જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ સાલારની ટીમ ચિંતામાં મૂકાઈ હતી. ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ જવાનનો જાદુ દેખાવા માંડ્યો હતો અને દર કલાકે ૨૧ હજાર ટિકિટ્સ બુક થઈ રહી હતી. ગદર કે પઠાણની જેમ જવાન પણ એક મહિના સુધી અડીખમ રહે તો સાલાર માટે જાેખમ ઊભું થવાની શંકા હતી. કેટલાક રિપોર્ટ્સ મુજબ, સાલારની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવા માટે જવાન ઈફેક્ટના બદલે પોસ્ટ પ્રોડક્શન જવાબદાર છે. સોર્સીસના જણાવ્યા મુજબ, ભારતની મોટી ફિલ્મ તરીકે સાલાર ઊભરી રહી છે અને ઓડિયન્સની અપેક્ષા મુજબની ફિલ્મ રજૂ કરવાની મેકર્સની ઈચ્છા છે. પ્રભાસની અગાઉની ફિલ્મ આદિપુરુષ જેવી હાલત ન થાય તે માટે પોસ્ટ પ્રોડક્શનમાં વધારે સમય લાગી રહ્યો છે.
અપેક્ષિત સમય મુજબ પોસ્ટ પ્રોડક્શન પૂરું નહીં થતાં પ્રભાસ અને પ્રશાંત નીલ સહિતની ટીમે સાલારને પોસ્ટપોન કરવાનો ર્નિણય લીધો હતો. રિપોર્ટ્સ મુજબ સાલાર પોસ્ટપોન થતાં પહેલા યુએસમાં ૪૦૦ હજાર ડોલરની ટિકિટ્સ બુક થઈ હતી. રિલીઝ પોસ્ટપોન થઈ હોવાથી આ તમામ નાણાં રિફંડ કરવામાં આવશે. નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જાે કે તેને ડિસેમ્બરમાં રિલીઝ કરવી કે જાન્યુઆરીમાં તે અંગે મૂંઝવણ ચાલી રહી છે.
પ્રભાસની અન્ય બિગ બજેટ ફિલ્મ કલ્કિ ૨૮૯૮ છડ્ઢ જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવાની છે. મકરસંક્રાંતિએ કલ્કિ ૨૮૯૮ છડ્ઢને રિલીઝ કરવામાં આવશે, જ્યારે ૨૬ જાન્યુઆરીના વીકમાં રિતિક રોશનની ફાઈટર આવી રહી છે. ડિસેમ્બર મહિનામાં પણ બિગ બજેટ ફિલ્મો આવી રહી છે. તેમાં શાહરૂખની ડન્કી, કેટરિના-વિજય સેતુપતિની મેરી ક્રિસમસ, રણબીર કપૂર-રશ્મિકા મંદાનાની એનિમલનો પણ સમાવેશ થાય છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બિગ બજેટ ફિલ્મોનું આગમન અગાઉથી નક્કી છે. આ સંજાેગોમાં સાલારની નવી રિલીઝ ડેટ નક્કી કરવાનું વધારે અઘરું બન્યું છે.
Recent Comments