fbpx
ભાવનગર

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 100 ચિત્રોનું એક વિશિષ્ટ પ્રદર્શન અક્ષરવાડી ખાતે યોજાયુ

ભાવનગર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 100 ચિત્રોનું એક વિશિષ્ટ પ્રદર્શન અક્ષરવાડી ખાતે યોજાયુ. અક્ષરવાડી ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ચિત્ર પ્રદર્શનમાં યોજાઇ ગ્યું જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના ૧૪ થી ૮૧ વર્ષના કલાકારો વિવિધ સ્થળેથી આવી અનેક ચિત્રકારોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અલગ અલગ 100 વ્યક્તિ ચિત્રો તૈયાર કર્યા છે. આ ચિત્રો વિવિધ માધ્યમમાં તૈયાર થયા છે. આ ચિત્ર પ્રદર્શન આજરોજ અક્ષરવાડી ખાતે સવારે 8:30 કલાકે પૂ. સોમપ્રકાશ સ્વામી તથા પરમ પૂ. યોગવિજય સ્વામીના કરકમળો દ્વારા ખુલ્લુ મુકાયું છે.

આ ઉદઘાટન સમારંભે ભાવનગરના વરિષ્ઠ ચિત્રકાર ભરત પંડ્યા તથા જાણીતા ઉદ્યોગપતિ ડીપી સવાણી ઉપસ્થિત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ બીએપીએસ સંસ્થા અક્ષરવાડી,ભાવનગર સાથે ભાવનગર કલા સંઘના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે. આ ચિત્ર પ્રદર્શન તારીખ 1 થી 4 ડિસેમ્બર 2022 સવારે 8:00 થી 12 અને સાંજે 4 થી 7 તમામ લોકોને જોવા માટે સહર્ષ આમંત્રણ છે. આ કાર્યક્રમ સફળ બનાવવા પૂ. યોગવિજય સ્વામી સાથે કલાસંઘના પ્રતિનિધિ સર્વશ્રી અજય ચૌહાણ તથા ડો. મલય પટેલ સંકલન કરી રહ્યા છે.આ પ્રદર્શન અનેરું હોય જોવા જેવું અને માણવા જેવું છે આ પ્રમુખ પ્રતિબિંબ કાર્યક્રમમાં લાઇવ પોટ્રેટ દ્વારા કલા ના કસબી ઓ દ્વારા શીગ્ર ચિત્રો દ્વારા ચિત્રો માં ચેતના સર્જી દેતી કલા નિહાળતા સતસંગી ઓ આફરીન થયા હતા

Follow Me:

Related Posts