ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ કુંભમેળામાં આયોજિત આતિથ્યમય ધાર્મિક કાર્યક્રમમાં વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ.પૂ.૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિએ સમગ્ર પર્વને પવિત્રતા અને શોભા આપપ.પૂ. એસપી સ્વામી (ગઢડા) ના દૃઢ સંકલન અને સુચિંતિત આયોજન હેઠળ સ્વામિનારાયણ નગરમાં ભવ્ય પંડાલની રચના કરવામાં આવી હતી, જ્યાં પાંચ દિવસ સુધી કથા, યજ્ઞ અને સત્સંગ યોજાયા. હજારો હરિભક્તો અને શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક મહોત્સવમાં ભાગ લઈને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો.
આવૃત્તિનો એક વિશેષ અને સૌનું ધ્યાન આકર્ષતી ઘટના ત્રિવેણી સંગમ સુધીની ભવ્ય શોભાયાત્રા રહી. આ શોભાયાત્રામાં પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ હજારો હરિભક્તો જોડાયા હતા. પ્રભુના દિવ્ય દર્શન સાથે, ભક્તિમય નાદ અને ધર્મધ્વજાઓની સાથે આ શોભાયાત્રાએ સમગ્ર પ્રયાગરાજમાં ભાવિકતાનો મહિમા ફેલાવ્યો હતો. ત્રિવેણી સંગમ તટે પહોંચતા જ યાત્રાળુઓએ પવિત્ર મહાસ્નાન અને ધાર્મિક વિધિનો લાભ લીધો.આ સમગ્ર આયોજન આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા એસપી સ્વામીના સંકલન દ્વારા ભવ્યતાપૂર્વક સંપન્ન થયું. શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત ભોજન વ્યવસ્થા અને રહેવાની સગવડ પણ સુચારુ રીતે પૂરી પાડવામાં આવી, જેથી દરેક ભક્તને ભક્તિ સાથે આરામદાયક અનુભવ મળ્યો.આ પવિત્ર પ્રસંગે ધર્મ, ભક્તિ અને સેવા દ્વારા સત્સંગી જીવનશૈલીને ઉજાગર કરતા આ કાર્યક્રમે ભવિષ્યમાં પણ ભક્તજનો માટે પ્રેરણાસભર ઉદાહરણ સ્થાપિત કર્યું.
Recent Comments