પ્રવાસીઓ નિરાશઃ સતત પાંચમા દિવસે ગીરનાર રોપ-વે બંધ
જૂનાગઢ સાંનિધ્યે આવેલ ગરવા ગીરનાર પર ગત અઠવાડિયે મેઘરાજાએ ભારે હેત વરસાવેલ હતુ. ત્યારે બેએક દિવસ સુધી ભારે પવન ફુંકાતો હોવાના કારણે રોપ-વે બંધ રહ્યા હતો. બાદ શરૂ થઇ ગયા બાદ છેલ્લા પાંચ દિવસથી ગીરનાર પર ૮૦ થી ૯૦ કિલો મીટરની ઝડપે ભારે પવન ફૂંકાતો હોવાથી સળંગ પાંચ દિવસથી રોપ-વે બંધ રાખવાની ફરજ પડી રહી છે. દરરોજ સવારે પ્રવાસીઓની સલામતી માટે સવારે ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે ભારે પવન ફુંકાતો હોવાનું નોંધાતુ હોવાથી રોપ વે બંધ રાખવાની ફરજ પડી રહી હોવાનું સંચાલન કરતી કંપનીના અધિકારીએ જણાવેલ છે. જેના કારણે પર્યટકોમાં નિરાશા જાેવા મળી રહી છે.
જૂનાગઢ શહેર અને ગીરનાર ઉપર તથા આસપાસના જંગલ સહિતના વિસ્તારોમા ગત અઠવાડિયે વરસેલ ભારે વરસાદ બાદ થોડા દિવસોથી જૂનાગઢ શહેર અને ગીરનાર પર્વત પર દરરોજ વરસાદી માહોલ છવાયેલો જાેવા મળી રહયો છે. દરમિયાન ગત તા.૨૭ જુલાઇના રોજ વરસાદી માહોલ વચ્ચે ગીરનાર પર ભારે પવન ફુંકાઈ રહ્યાનું નોંઘાયેલ હોવાના કારણે તે દિવસે રોપ-વે બંઘ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રમશઃ ચાર દિવસથી રોપ-વે નું સંચાલન કરતી કંપની દરરોજ સવારે ગીરનાર પર હવાની ગતિ સહિતનું ટેસ્ટીંગ કરી રહી છે. જેમાં ગીરનાર પર્વત પર ઉંચાઇએ ભારે પવન ફુંકાતો હોવાનું નોંઘાતું હોવાના લીઘે રોપ-વે સેવા બંઘ રાખવાની ફરજ પડી રહી હોવાનું જાણવા મળેલ છે.
Recent Comments