fbpx
ગુજરાત

પ્રવિણ રામ સામે ૩૦૭ની કલમ દૂર કરવા જન અધિકાર મંચે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

આમ આદમી પાર્ટીના નેતાઓ જૂનાગઢ ખાતે પ્રવાસ દરમિયાન લેરિયા ગામમાં તેમના ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવી રહ્યો છે. ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ સામે ઇન્ડિયન પીનલ કોડની ૩૦૭ની કલમ દાખલ કરાતા રોષ જાેવા મળી રહ્યો છે. જન અધિકાર મંચ દ્વારા પ્રવિણ રામ સામે ૩૦૭ની કલમ દૂર કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પ્રવિણ રામ ઉપર થયેલા હુમલાના તમામ વીડિયો બધાની પાસે છે અને પોલીસે પણ તે જાેયા છે છતાં પણ એ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ત્યાંના લોકો દ્વારા હુમલો કરાયો હતો છતાં પણ પ્રવિણ રામ જેવા નેતા ઉપર ૩૦૭ જેવી ખોટી કલમ લગાડવામાં આવી છે. જે લોકોએ જીવલેણ હુમલો કર્યો છે તેની સામે ફરિયાદ થવાને બદલે પ્રવિણ રામ શહેર આપના નેતા ઉપર ફરિયાદ કરવામાં આવી છે.

જન અધિકાર મંચના સુરત શહેરના પ્રમુખ સાગર આહિરે કહ્યું કે, આપના નેતા પ્રવીણ રામ ઉપર કરવામાં આવેલો હુમલો નિંદનીય છે.

Follow Me:

Related Posts