ગુજરાત

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહી જોડાય, રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આપી માહિતી

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ નહી થાય. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમણે પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યુ હતુ.

કોંગ્રેસમાં પ્રશાંત કિશોરને સામેલ કરવાને લઇને વિરોધ પહેલા જ જોવા મળતો હતો અને આજે આ ખુલાસા સાથે આ વાત પર પૂર્ણ વિરામ મુકાઇ ગયુ છે. ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીનું તેલંગાણા રાષ્ટ્ર સમિતી સાથે કરવામાં આવેલુ ગઠબંધન પણ બન્ને વચ્ચે ચર્ચા તૂટવાનું મહત્વનું કારણ માનવામાં આવી રહ્યુ છે. પ્રશાંત કિશોરે ખુદ આ જાહેરાત કરી છે કે તે કોંગ્રેસમાં સામેલ નહી થાય. જોકે, તેનું કોઇ તાત્કાલિક કારણ જણાવ્યુ નથી.

રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે પ્રશાંત કિશોરે ખુદ કોંગ્રેસમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવા અને તેમના 2024 માટે મિશનના પ્રસ્તાવિત વિજનને આગળ વધારવા પર વિચાર કરવા માટે સમિતીની રચના કરી હતી. આ 13 સભ્યોની સમિતીએ પોતાનો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષને સોપ્યો હતો. કોંગ્રેસ નેતાઓની સોમવારે આ મામલે બેઠક મળી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતા પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવાના પક્ષમાં હતા પરંતુ દિગ્વિજય સિંહ સહિત તમામ નેતાઓએ તેને લઇને પોતાની આશંકા વ્યક્ત કરી હતી.

Related Posts