તમે એકદમ સરળ રીતે મગદળને ઘરે બનાવી શકો છો. મગદળ તમે ભગવાનને પ્રસાદમાં પણ ધરાઇ શકો છો. અનેક લોકોની ફરિયાદ હોય છે કે મગદળ બહાર જેવું બનતુ નથી અને ટુકડા થઇ જાય છે. જો તમે પણ મગદળ ઘરે બનાવો ત્યારે આવું થાય છે તો આ ટિપ્સ નોંધી લો તમે પણ. આ માપથી તમે ઘરે મગદળ બનાવશો તો ટેસ્ટમાં પણ મસ્ત બનશે અને ટુકડા પણ નહિં થાય.
સામગ્રી
500 ગ્રામ ચણાનો કકરો લોટ
250 ગ્રામ ખાંડ
50 ગ્રામ મોળો માવો
સમારેલી બદામ
સમારેલા પીસ્તા
ઇલાયચી પાઉડર
250 ગ્રામ ઘી
બનાવવાની રીત
- મગદળ બનાવવા માટે સૌ પ્રથમ ચણાનો કકરો લોટ લો.
- હવે આ લોટને 125 ગ્રામ ધીથી બરાબર પ્રમાણમાં મોઇ લો.
- ત્યારબાદ ઘી ગરમ કરવા મુકો અને આ લોટને શેકી લો.
- મોયેલા લોટને ઘીમાં શેકો ત્યારે ખાસ ધ્યાન રાખો કે ગેસ ધીમો હોવો જોઇએ. જો તમે ફાસ્ટ ગેસ કરશો તો તમારો લોટ દાઝી જશે અને એમાં સ્મેલ પણ આવશે.
- લોટ થોડો શેકાઇ જાય એટલે એમાં માવો એડ કરો.
- હવે લોટ અને માવાને બરાબર મિક્સ કરી લો.
- માવો એડ કરો ત્યારે સતત હલાવતા રહો જેથી કરીને લોટ નીચે દાઝી ના જાય.
- હવે આમાં ખાંડ નાંખો.
- ત્યારબાદ આ મિશ્રણ બદામી રંગનું થાય ત્યારે ગેસ બંધ કરી દો.
- આ પ્રોસેસ થઇ જાય એટલે એક નાની થાળીમાં નીચે ઘી લગાવી દો.
- ઘી લગાવ્યા પછી આ મિશ્રણને પાથરી દો.
- હવે આ મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે એને ગોળ વાળી દો.
- હવે ઉપરથી બદામ-પિસ્તાની કતરણ લગાવો.
- અને પછી અડધો કલાક સુધી એમ જ રહેવા દો.
- તો પીરસવા માટે તૈયાર છે મગદળ
Recent Comments